બોડેલીમા એક lરીક્ષા ચાલકે ગરમીને ધ્યાનમા લઈને રીક્ષામા પીવાના પાણીનો જગ ગોઠવીને મુસાફરો અને રાહદારીઓ માટે અનોખી પહેલ કરીને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી ચાલી રહી છે. ગ્રામીણ પ્રજા બોડેલી મા વિવિધ કામ માટે આવતી હોય તેઓ પાણી ની પરબો શોધી રહ્યા છે. બોડેલી મા પાણી ની પરબો તો મંડાયેલી છે, પણ એક રીક્ષા મા મુસાફરો અને રાહદારીઓ માટે પીવાના પાણી નો જગ રાખીને પોતાની સેવાભાવના વ્યક્ત કરી છે.
બોડેલી ના અલીપુરા વિસ્તાર મા રહીને વર્ષો થી રીક્ષા ચલાવીને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહેલા મુસ્લિમ સિનિયર સિટિઝન ખત્રી સલીમભાઈ લાલા એ સેવાની અનોખી પહેલ શરૂ કરી છે. આકરી ગરમી મા ફરતાં રીક્ષા ચાલકે પોતાના માટે અને મુસાફરો માટે પાણી ની વ્યવસ્થા કરીને સંદેશો આપ્યો છેકે તમે ગમેતે ક્ષેત્ર મા હોય તે પ્રમાણે બનતી સેવા કરવી જોઈએ. બોડેલી મા હરતી ફરતી પાણી ની પરબે સૌનું ધ્યાન ખેચ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here