કાલોલ તાલુકાના વેજલપુર ગામે ૦૨ વર્ષ નાં બાળક નુંપાણીના ટાકામાં પડી જતા મોત નિપજ્યું હતુ

વેજલપુર, (પંચમહાલ) લુકમાન ખૂંધા :-

બાળકનો જન્મદિવસ હતો, ઘરના સભ્યો તેના જન્મદિવસની ઉજવણી કરવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યારે બાળક રમતું રમતું અંડરગ્રાઉન્ડ ટાંકામાં પડી ગયું હતું

કાલોલ તાલુકાના વેજલપુર ગામે કાકણ ફળિયામાં રેહતા દિલીપભાઈ રાજેશભાઇ ભરવાડ ના ઘરે પોતાના ૦૨ વર્ષના બાળકનો જન્મ દિવસ હતો ત્યારે જન્મ દિવસ ની ઉજવણીના ભાગરૂપે પરિવારના સભ્યો વ્યસ્ત હતા ત્યારે બાળક એકલું રમતું રમતું ઘરના સાઈડમાં બનાવેલ અંદર ગ્રાઉન્ડ પાણીના ટાંકમાં પડી ગયું હતું ત્યારે પાણીનો ટાંકો ભરેલો હતો જેમાં બાળક ડૂબી જતાં તે બાળકનું મોત થયું હતું ઘરના સભ્યો જન્મ દિવસની ઉજવણીના કાર્યોમાં વ્યસ્ત હતા ત્યારે આ ઘટના બની હતી આ બનેલ દુઃખદ ઘટના બાદ પરિવાર માં જન્મ દિવસ ની ઉજવણી ની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી મૃતક બાળકના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જાણ કરી હતી બાળકના પિતા વેજલપુર ગામમાં આવેલ કાકણ ફળિયામાં રેહતા દિલીપ રાજેશભાઇ ભરવાડ મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા ત્યારે તેમના લગ્ન બાદ તેમના ઘરે એક દિકરોનો જન્મ થયો હતો ત્યારે પરિવારમાં ખુશીઓ માહોલ હતો પોતાના દીકરાના ૨, વર્ષ પૂર્ણ થતાં સિધ્ધાર્થ નો ૩૧/૦૩/૨૪ જન્મ દિવસ હતો ત્યારે જન્મ દિવસ ની ઉજવણી તૈયારીઓ પણ કરવામાં આવી હતી ત્યારે બાળક એકલું રમતું રમતું ઘરના સાઈડમાં બનાવેલ પાણીના અન્ડરગ્રાઉન્ડ ટાંકા પાસે રમતું રમતું પોહચી ગયું અને પાણી ટાંકા ઉપર મુકેલ લાકડાના પાટિયા આઘા પાછા થઇ જતા બાળક ટાંકામાં પડ્યું હતું ત્યારે પરિવાર જન્મ દિવસ ની ઉજવણીની તૈયારીઓ માં વ્યસ્ત હોય બાળક ઉપર કોઈનું ધ્યાન નોહતું જેથી આ ઘટના બની હતી ત્યાર બાદ પરિવારના લોકોનું ધ્યાન સિધ્ધાર્થ તરફ જતા બાળક ક્યાય જોવા મળીયો નોહતો જેથી વધુ આજુ બાજુ શોધખોળ કરતા ઘરની અંદર સાઇડમાં અંદર ગ્રાઉન્ડ બનાવેલ પાણીના ટાંકામાં પડેલ ૦૨ વર્ષના બાળકને મૃત હાલતમાં જોતા પરિવારની ખુશી શોકમાં ફેરવાઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here