બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસતા ફરતા એક શખ્શને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લઈ ગુના સંદર્ભે તપાસ હાથ ધરી…

બોડેલી, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મનીષભાઈ રાજુભાઈ રાઠવા રહે.ભીલવાણીયા,રોડ ફળીયા,તા.બોડેલી વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો દજૅ થયો હતો જે શખ્શ છેલ્લા ત્રણેક મહિનાથી નાસતો ફરતો હોય છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસના મુકેશભાઈ,હેડ.કો.ભરતભાઈ તથા ઉપેન્દ્રભાઈ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે બે પંચોના માણસો સાથે રાખી બાતમી હકીકત વાકેફ કરી સદરીના ઘરે જઈને તપાસ કરતા મનીષ રાઠવાને એલસીબી પોલીસે કોડૅન કરી પકડી લીધો હતો પુછપરછ દરમ્યાન આજથી આશરે ત્રણેક મહિના પહેલા કોસીન્દ્રા ગામે સુકલી કોતરડી પાસે રહેતો રાજેશ ઉર્ફે રાજુ ડુંગરાભીલના ઘરે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ હતો અને મનીષ ઉપર પ્રોહીબિશનનો કેશ થયેલ હોવાનું જાણવા મળેલ અને ગુનો કર્યો હોવાની કબૂલાત કરતાં મનીષને તેના ઘરેથી ઝડપી લીધો હતો પોલીસે મનીષ રાઠવાની અટકાયત કરી કયૉ બાદ બોડેલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે જીલ્લામાંથી નાસતા ફરતા આરોપીઓ રોજબરોજ ઝડપાઈ રહ્યા છે (ફોટો વિગત): બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here