બોડેલીના છ ક્રિકેટ રમતા છોકરાઓનુ ( BCA ) U-14 મા સિલેક્શન થતા છોટાઉદેપુર જિલ્લાના ક્રિકેટ રસીકોમા આનંદની લાગણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રતિભાશાળી ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભા ઉભરી આવે અને ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ મેચ રમવા માટે સિલેક્ટ થાય તેવી અમારી લાગણી છે : કંચનભાઈ પટેલ પ્રમુખ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

સરકાર ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો યોજી રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ પ્રકારની સુવર્ણ તક મળતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA )U 14 ટ્રાયલ ડભોઇ ખાતે થયો હતો જેમાં 125 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. બોડેલી ખાતે આવેલ ડાયમંડ સ્પોર્ટ એકેડમી ના 15 જેટલા ખેલાડી હતા જેમાંથી 6 ખેલાડી BCA Under-14 માં વેદાંત મહેશ ચૌહાણ , પ્રિયાંશ મહેન્દ્રભાઈ પટેલ ,જેનીલ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ ,સાદ સિદ્દીક કુરેશી, આર્ય પ્રકાશભાઈ બારીયા ,હિતેશ મોહનભાઈ વણઝારા , તેમજ વડોદરાના હર્ષ અરવિંદ પરમારનુ સિલેક્શન થયું છે ભક્ત મીડિયમ સ્કૂલ કકરોલીયા માં અભ્યાસ કરતા ના ત્રણ વિદ્યાર્થી બોડેલી શીરોલાવાલા હાઇસ્કુલ ના સંસ્કૃતિ વિદ્યાલય બૉડેલી સહિત છ ક્રિકેટ રમતા આ છોકરાઓ ડાયમંડ સ્પોટ એકેડેમી અને બોડલી ગામનું ગૌરવ વધાર્યું છે સિલેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડાયમંડ સપોર્ટ એકેડેમી ના કોચ ક્રિષ્નાયાદવ અને સલાહકાર મહેશ ચૌહાણ ની મહેનત રંગ લાવી રહી છે
8460862224 છોટાઉદેપુર જિલ્લાના કે વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓને ક્રિકેટ એકેડમી જોઈન્ટ કરવુ હોય તો ઉપર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે
ભક્ત મીડીયમ સ્કુલ ના ગ્રાઉન્ડ પર ઇન્ટરનેશનલ લેવલેની પીચ તૈયાર કરનારા ટેકનિસયન દ્વારા અહીં ની પીચ તૈયાર કરવામાં આવી છે અને આ ગ્રાઉન્ડ પર કાયમ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજન કરવામાં આવી રહયા છે અને BCA મા સિલેકશન પામેલા અન્ડર 14 ના ખેલાડીઓ આ ગ્રાઉન્ડ પર જ પ્રેક્ટિસ કરે છે અને આ ગ્રાઉન્ડ ને ભક્ત મીડીયમ સ્કૂલના પ્રમુખ કંચન ભાઈ પટેલ તેમજ સલાહ થી સંદીપભાઈ પટેલ સંચાલન કરતા હોવાથી લાભ ખેલાડીઓ લઈ રહયા છે
અહીં રમતા આ વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભા ઉભરી આવે અને ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ મેચ રમવા માટે સિલેક્ટ થાય તેવી અમારી લાગણી છે તેમ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રમુખ કંચનભાઈ પટેલે જણાવ્યું હતું
હાલ તો બોડેલીના છ ક્રિકેટ રમતા છોકરાઓનુ ( BCA ) U-14 મા સિલેક્શન થતા છોટાઉદેપુર જિલ્લાના ક્રિકેટ રસીકો મા આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here