દાહોદ જિલ્લાની રાજ્યમાં છેલ્લા નંબરે રહેવાની હેટ્રિક… ધો 12 સામાન્ય પ્રવાહમાં 54.76 ટકા પરિણામ સાથે ગુજરાતમાં અંતિમ ક્રમે, શિક્ષણજગત શરમજનક સ્થિતિમાં

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાયો છો.કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામમાં પણ જિલ્લો 54.76 ટકા સાથે રાજ્યમાં અંતિમ ક્રમે આવતા જિલ્લામાં શિક્ષણનું રસાતાળ નીકળી ગયુ હોય તેમ જણાઇ રહ્યુ છે.જિલ્લામાં બોર્ડનું ત્રીજુ પરિણામ પણ આટલુ નિમ્ન સ્તરે જતાં ફરી એક વાર ક્ષોભ જનક સ્થિતિનું સર્જન થયુ છે.

જિલ્લામાં 10,978 પરીક્ષાર્થી જ પાસ થઇ શક્યા
દાહોદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે જાહેર થયુ છે.જેમાં દાહોદ જિલ્લામાં આ વર્ષે કુલ નોંધાયેલા 20,539 પરીક્ષાર્થી પૈકી 20,377 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમાંથી 9399 પરીક્ષાર્થી નાપાસ થયા છે જ્યારે 10,978 પરીક્ષાર્થી પાસ થઇ શક્યા છે.આમ પુનઃએક વાર જિલ્લાના શિક્ષણ સ્તરની પોલ ખુલી ગઇ છે.અન્ય પરિણામો ઓછા આવવાના ઘણાં કારણો દર્શાવાયા હતા ત્યારે સામાન્ય પ્રવાહમાં પણ ધોરણ 12માં આટલુ નીચુ પરિણામ કઇ પારાશીશી બતાવે છે તે સમજી શકાય તેવી બાબત છે.કારણ કે જિલ્લામાં અ વર્ષે શિક્ષણ બોર્ડના ત્રણેય પરિણામોમાં સમગ્ર રાજ્યમાં અંતિમ ક્રમે રહેવાની જિલ્લાએ હેટ્રિક નોંધાવી છે ત્યારે કહેવાતા શિક્ષણવિદો માટે મનોમંથનનો પ્રશ્ન બની ગયો છે તે સપ્ષ્ટ દેખાઇ રહ્યુ છે.

20 હજારથી વધુએ પરીક્ષા આપી પરંતુ A1માં માત્ર 2 જ પરીક્ષાર્થી
દાહોદ જિલ્લામાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માત્ર 2 પરીક્ષાર્થી એ1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યા છે.જ્યારે એ2માં 143, બી1માં 850,બી2માં 2453,સી1 ગ્રેડ 3705 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.જ્યારે સી2માં 3421 અને ડી ગ્રેડ 562 પરીક્ષાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે.ઇ1માં 4 વિદ્યાર્થીઓ છે જ્યારે 9399 પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર થયા છે.દર વર્ષે મુખ્યત્વે દાહોદની કોલેજોમાં સામાન્ય પ્રવાહ અને તેમાંયે આર્ટસમાં પ્રવેશ મેળવવા કતારો જામે છે ત્યારે આ વર્ષે તેવી પરિસ્થિતિ ન પણ સર્જાય તેવુ પરિણામ જોતાં લાગી રહ્યુ છે.

ગત વર્ષ કરતાં પરિણામમા 32.69%નો ધરખમ ઘટાડો​​​​​​​
​​​​​​​દાહોદ જિલ્લામાં ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 87.36 % જેટલુ ઉંચુ હતુ.જ્યારે આ વર્ષે માત્ર 54.67 % જ પરિણામ આવતાં ગત વર્ષ કરતાં પરિણામમાં 32.69 %નો ધરખમ ઘટાડો નોંધાયો છે.આમ એક જ વર્ષમાં પરિણામ તળિયે આવી જતા ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.કારણ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એમ શિક્ષણ બોર્ડના ત્રણેય પરિણામોમાં દાહોદ જિલ્લો રાજયમા છેલ્લા ક્રમે રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here