શહેરા તાલુકાના ધાયકા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક સામે ખોટા સર્ટિફિકેટને લઈ પોલીસ ફરિયાદ નોંધાઇ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે જેથી બાળકો સારું જ્ઞાન મેળવી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે ત્યારે શહેરા તાલુકાના એક શિક્ષક ચૌહાણ પ્રધમનસિંહ પર્વતસિંહ જેઓ અગાઉ સમયના સરકારશ્રી ના નિર્ણય પ્રમાણે c.c.c ના પ્રમાણ પત્રથી પગાર ધોરણ વધારા નો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને લઈ ધાયકા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ખોટું c.c.c નું સર્ટિફિકેટ દાખલ કરી સરકારશ્રી પાસે વધારાના પગાર મેળવતા હતા જેની જાણ ગોધરા ખાતેના કૃણાલકુમાર સકજીભાઈ હઠીલાને થતા તેમના દ્વારા શહેરા પોલીસ સ્ટેશન ખાતે પ્રધમનસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈ શહેરા શિક્ષણ જગતમાં સન્નાટો ફેલાયો હતો જ્યારે જોવાનું એ રહ્યું કે શહેરા તાલુકામાં આવા કેટલાય શિક્ષકો હશે જેઓ ખોટા સર્ટિફિકેટ આપી વધુ પગાર મેળવતા હશે જો આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવેતો ઘણા એવા શિક્ષકો જેઓ ખોટા સર્ટી મૂકી શિક્ષકનો પગાર મેળવી રહયા છે તે બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here