દાહોદની ખ્યાતનામ બુરહાની મંઝિલમા SOG ની રેડ… 1 કિલો 842 ગ્રામ ગાજાં સાથે યુવકને ઝડપી પાડયો

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે દાહોદના ગોધરા રોડ નુરબાગ ખાતેની બુરહાની મંઝીલમાં ત્રીજે માળે ઓચીિંતો છાપો માર્યો હતો. આ ઘરમાંથી રૂા.18 હજાર ઉપરાંતની કિંમતનો ગાંજાે તથા અન્ય વસ્તુઓ તેમજ એક મોબાઈલ ફોન મળી રૂા.19,240 નો મુદ્દામાલ ઝડપી પાડી માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીને આધારે એસઓજીએ દરોડો પાડયો
દાહોદ ગોધરા રોડ સ્થિત નુરબાગ ખાતેની બુરહાની મંઝીલ બી મા ત્રીજે માળે મકાન નંબર 205 માં રહેતો સાકીરભાઈ અબ્બાસભાઈ ટીનવાલા નામનો યુવક પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું છુટક વેચાણ કરતો હોવાની બાતમી દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ એસ.ઓ.જી. પોલિસની ટીમે સાકીરભાઈ અબ્બાસભાઈ ટીનવાલાના નુરબાગ ખાતેના બુરહાની મંઝીલમાં આવેલ રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી ઘરમાં તલાસી લીધી હતી.

ત્રાજવા અને વજનિયા પણ પોલીસે જપ્ત કર્યા
​​​​​​​તપાસમાં પાસ પરમીટ વગરનો રૂા. 18,420ની કુલ કિંમતનો 1.842 કિલો ગ્રામ વજનનો સુકાલીલા પાન બીજવાળો વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાે ઝડપી પાડયો હતો. સાથે સાથે મકાનમાંથી લોખંડની કાંટી સાથેના નાના ત્રાજવાની જાેડ તેમજ 200 ગ્રામ, 100 ગ્રામ તથા બે 50 ગ્રામ વજનના કુલ 4 વજનિયા તથા સુકા ગાંજાની પડીકીઓ બનાવવા માટેની નાની પ્લાસ્ટીકની થેલીઓનું પેકેટ તથા રૂા. 1000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળીિ રૂા. 19,420નો મુદ્દામાલ ઝડપી પાડી કબજે લઈ સાકીરભાઈ અબ્બાસભાઈ ટીનાવાલાની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો ? કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરે છે ? ગાંજાે કોને કોને આપે છે ? ગાંજાના બાંધેલા ગ્રાહકો કેટલા અને કોણ કોણ તે બાબતની પુછપરછ હાથ ધરી દાહોદ એ ડિવીઝન પોલિસ સ્ટેશને આ સંબંધે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here