નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો સાજે 5-00 કલાકે 132.88 મીટરે

પાણીની આવક –  1143391 ક્યુસેક્સ પાણીનો આઉટ ફલો 1021302 કયુસેક

નર્મદા ડેમના 23 ગેટ 7.65 મીટર સુધી ખોલાયા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે એમ.પી. ના ઓમકારેશ્રવર ડેમ સહિત ઇન્દિરા સાગર ડેમ માથી પાણી છોડતા તેમજ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં આજરોજ સાંજના 5-00 કલાકે ડેમ ની જળસપાટી 132.88 મીટરે પહોંચી હતી. અને નર્મદા ડેમ ખાતે અધધધ કહેવાય એટલુ 1143391 કયુસેક પાણીની આવક થઇ હોવાનું સરદાર સરોવર નર્મદા નિગમ ના અધિક્ષક ઇજનેર કાનુંગો એ જણાવ્યું હતું.

નર્મદા ડેમ ખાતે આજરોજ પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જેથી ડેમની જળસપાટીમાં પણ સતત વધારો જોવા મળ્યો હતો. ગતરોજ તા 30 મીના રોજ સવારે 5-00 કલાકે ડેમની જળસપાટી 130.90 મીટરે હતી, જે બે કલાક પછી એટલે કે 7-00 કલાકે વધીને 131.04 મીટરે નોધાઇ હતી. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ગતરોજ બપોરે 2-00 કલાકે ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં 131.69 મીટરે નોધાઇ હતી અને સાંજના 6-00 કલાકે સપાટી 132 મીટરે પહોંચી હતી.

ત્યાર બાદ ડેમ ખાતે સતત પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે આજરોજ તા. 31 મીના રોજ સવારે 8-00 કલાકે જળસપાટી 132.38 મીટર, સવારે 10-30 કલાકે 132.63 મીટરે બપોરના 12-00 કલાકેના ફીગર મુજબ સપાટી 132.70 મીટરે પહોચી હતી. બપોરે 1-00 કલાકે જળસપાટી 132.72 મીટરે બપોરે 3-00 કલાકે ડેમ ની જળસપાટીમાં સતત વધારો થતાં 132.81 મીટરે નોધાઇ હતી. જયારે હાલ સાંજે 5-00 કલાકે 132.88 મીટરે જળસપાટી પહોંચી છે.

હાલ ડેમ ખાતે 1143391 કયુસેક પાણીની આવક થતાં નર્મદામાં વીજ ઉત્પાદન માટે તેમજ કેનાલમાં કુલ 1021302 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
    
ડેમ ખાતે વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં સહુ પ્રથમ ડેમના 10 દરવાજા ખોલાયા હતા, ત્યાર બાદ 15 અને પછી 23 દરવાજા ખોલાયા હતા.પરંતુ હાલ સાંજે 5-00 કલાકે ડેમ ખાતે ઉપરવાસમાં થી પાણી ની ભારે આવક થતાં ડેમના 23 દરવાજા 7.65 મીટર સુધી ખોલવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી હોવાનું અધિક્ષક ઇજનેર કાનુંગો એ જણાવ્યું હતું. ડેમના દરવાજા ખોલી નદી સહિત કેનાલમાં 1021302 કયુસેક પાણી છોડાઇ રહયું છે.
અને ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં 132.88 મીટરે પહોચી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ
(31/08/2020,07.00 pm)

  • સપાટી – 132.99 મીટર
  • પાણીની આવક – 12,05,889 ક્યુસેક
  • ગેટ દ્રારા અને પાવરહાઉસ દ્રારા નદીમાં પાણીની જાવક – 10,08,384 ક્યુસેક
  • કેનાલમાં પાણીની જાવક 14,792 ક્યુસેક.
  • કુલ પાણીની જાવક( ગેટ+પાવરહાઉસ+કેનાલ) 10,23,176 ક્યુસેક
  • હાલ 23 દરવાજા 7.66 મીટર સુધી ખોલાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here