રાજપીપળા પાસેના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જળસપાટીમાં વધારો

કરજણ ડેમ ખાતે 2549 કયુસેક પાણીની આવક થતાં ડેમના બે દરવાજા ખોલી વીજ મથક ચાલુ કરી એટલા જ પાણી ની જાવક કરાઇ

કરજણ ડેમ હાઇ એલર્ટ સ્ટેજ ઉપર 113.92 મીટરે પહોંચતાં નદી કાંઠેના ગામ સાબદા કરાયા

રાજપીપળા(નર્મદા), તા.18/09/2020
આશિક પઠાણ

રાજપીપળાથી માત્ર 7 કિ.મી. નાજ અંતરે કરજણ નદી ઉપર આવેલ કરજણ ડેમ ના ઉપરવાસમાં ગતરોજ દેડિયાપાડા સહિત ના નાંદોદ તાલુકા ના વિસ્તારોમાં વરસાદ થતા ડેમ ખાતે પાણી ની ભારે આવક થતાં ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાયો હતો, જેથી ડેમ સત્તાવાળાઓને ડેમ માથી 2176 કયુસેક પાણી છોડવાની ફરજ ડેમ નુ રૂલ લેવલ જાળવવા પડી રહી હોવાનું નાયબ ઇજનેર એ. વી. મહાલે એ જણાવ્યું હતું.

નર્મદા જિલ્લા મા ગતરોજ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો હતો જેથી કરજણ ડેમ ના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા ડેમ ખાતે 2549 કયુસેક પાણી ની આવક થતાં તા 18 મી સપ્ટેમ્બર ના રોજ કરજણ ડેમ નુ રૂલ લેવલ 113.30 જાળવવા માટે ડેમ ના ગેટ નંબર 4 અને 6 ને 0.20 મીટર સુધી ખોલાયા છે અને ડેમ માથી દરવાજા દ્વારા 2176 કયુસેક પાણી કરજણ નદી મા છોડાઇ રહયું છે આ ઉપરાંત ડેમ ખાતે વીજ ઉત્પાદન કરતા 2 હાઇડ્રો પાવર યુનિટ શરુ કરી તેમાં 373 કયુસેક પાણી નો વપરાશ થતાં કુલ પાણી ની આવક જેટલી જ જાવક હાલ કરજણ ડેમ ખાતે થઇ રહી છે.

બપોરના બે કલાકે ડેમ ની જળસપાટી 113.92 મીટરે નોધાઇ હતી, કરજણ ડેમ 92.81 ટકા ભરાઈ ગયો છે. ડેમ સત્તાવાળાઓ એ ડેમ ને હાઇ એલર્ટ સ્ટેજ ઉપર જાહેર કરેલ છે.કરજણ ડેમ ને 115.25 મીટર સુધી ભરવામા આવી શકે છે.હાલ ડેમ ખાતે 499.06 MCM પાણી નો જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમ માથી કરજણ નદી મા હાલ 2549 કયુસેક પાણી વહી રહ્યો હોય ને નદી કાંઠે ના 10 જેટલા ગામો ને સાબદા કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here