ગુજરાતના આદિવાસી નેતા ઝઘડીયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવી પાર્ટી બનાવવાની કરી જાહેરાત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પુત્ર મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા નવી પાર્ટીનું નિર્માણ ??

“ભારત આદિવાસી સેવા સંગઠન” ના નામે નવી પાર્ટી બનાવી પુત્ર દિલીપ વસાવાને અધ્યક્ષ બનાવવાના ચક્રો ગતિમાન

નવી પાર્ટીના બેનર હેઠળ ભરૂચ લોકસભાની ચૂંટણી લડે તો નવાઈ નહીં

ગુજરાતમાં આદિવાસી નેતા તરીકે ની એક આગવી ઓળખ ધરાવતા અને આદિવાસીઓના પ્રશ્નો જળ, જંગલ અને જમીન માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે વર્ષોથી ઝઝુમતા અને જાગૃતિ કેળવતા ઝઘડિયા ના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા પોતાના પારિવારિક આંતરિક કલહ થી વિવસ થઈ ભારત આદિવાસી સેવા સંગઠન ના નામની એક નવી પાર્ટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

ઝઘડીયા ના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અગાઉ જનતા દળ યુનાઇટેડના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગાઉ સહસંયોજક પણ હતા ત્યારે તેમનો પુત્ર ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભારતીય ટાઈબલ પાર્ટી ( BTP)ના અધ્યક્ષ હોય પુત્ર મહેશ વસાવા થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પિતા છોટુભાઈ વસાવા ભારે નારાજ જોવા મળ્યા હતા, સમગ્ર જીવન ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને બંધારણ વિરોધી કામગીરીના વિરોધમાં વિતાવ્યો હોય ત્યારે ભાજપા ના શરણે જવાનું આવકારદાયક ન સમજી પોતાની એક અલાયદી સ્વતંત્ર પાર્ટીનું નિર્માણ કરવાના ચક્રો ગતિમાન કરી પોતાના પુત્ર દિલીપ વસાવાને નવી પાર્ટીના અધ્યક્ષ બનાવવાના ચક્ર પણ ગતિમાન કરી દીધા છે.

પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની ભારત આદિવાસી સેવા સંગઠન નામની નવી પાર્ટી ભરૂચ લોકસભાની ચૂંટણી માં જંપ લાવે અને છોટુભાઈ વસાવા પોતે લોકસભાની ચૂંટણી લડે તો પણ નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here