નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા અસરગ્રસ્ત લોકોની ધારાસભ્ય પીડી વસાવાએ મુલાકાત લીધી

ગરુડૈશવર તાલુકાના અસરગ્રસ્ત ગામોની ધારાસભ્ય પી ડી વસાવાએ મુલાકાત લીધી

ગરુડૈશવર ખાતે વિયર ડેમ બનવાથી થયેલ ભારે નુકસાનનું તારણ

કરજણ ડેમના પાણી ફરી વળતા ધાનપોર ગામમાં પણ સ્થળ નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી કૃષિમંત્રીને રજુઆત કરાશે – ધારાસભ્ય પી ડી વસાવા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા ડેમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લામાં નદી કાંઠેના ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળતા ખેડુતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ખેડુતોના ખેતરોમાં પાકને ભારે નુકસાન થતા ખેડુતો પાયમાલીની કગાર ઉપર આવેલ છે ત્યારે રાજપીપળાના ધારાસભ્ય પી ડી વસાવાએ ગરુડૈશવર તાલુકાના તેમજ નાંદોદ તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ ખેડુતોને સાંત્વના આપી હતી.

ધારાસભ્ય પી ડી વસાવાએ ગરુડૈશવર ખાતે નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલ વિયર ડેમના લીધે કેવડીયા ગામ સહિત મોટાપીપરિયા, ગભાણા, વસંતપરા સહિતના અન્ય ગામોમાં નર્મદા નદીના પાણી ખેતરો સહિત લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જેથી ભારે નુકશાન ખેડુતોને થવા પામેલ છે. ધારાસભ્ય પી ડી વસાવાએ આ ગામોની જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, તાલુકા પંચાયત સદસય સંજયભાઈ તેમજ નરેશ સોલંકી સહિતનાઓ સાથે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિથી વાકેફ થયા હતા. ગરુડૈશવર ખાતે વિયર ડેમ બનવાથી પોતાના ખેતરમાં ઘરોમાં પાણી ભરાયા હોવાનું લોકો એ ફરિયાદ કરતાં જણાવ્યું હતું.

આ ઉપરાંત નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં કેળ કપાસ સહિત શા પાકો ભાઈ કરજણ ડેમમાંથી પાણી છોડતા ખેતરમાં પાણી ફરી વળતા ખેડુતોને પારાવાર નુકસાન થયુ હતુ તેનુ પણ નિરીક્ષણ કર્યું હતું.

આ બાબતે ધારાસભ્ય પી ડી વસાવા એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રીને ખેડુતોને થયેલ નુકશાનની જાણ કરવામાં આવશે અને તેઓને યોગ્ય વળતર ચુકવવાની માંગ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here