બોડેલીના રામનગર સહિત આસપાસની સોસાયટીમાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા સ્થાનિક રાહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

સ્થાનિક રહીશો દ્વારા વીજ કચેરીમાં રજૂઆતો કરવા છતા કોઈ પરિણામ ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે

પ્રતિનિધિ, બોડેલી

બોડેલીના અલીપુરા વિસ્તારના રામનગર સોસાયટીમાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રામનગર સહિત આસપાસની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી કલાકો સુધી વીજપુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશોને ગરમીથી પરેશાન થયા છે. તેમજ સોસાયટીમાં વારંવાર વોલ્ટેજ વધઘટ થતા ઇલેક્ટ્રિક ઉપકરોને નુકશાન પોહચે તેવી સંભાવના પણ રહે છે. જો વોલ્ટેજ વધઘટના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાય તો વીજ કચેરી તેની જવાબદારી લશે ? તેવી પણ ચર્ચા સ્થાનિક રહીશોમાં જાગી છે તેમજ સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ વારંવાર આજ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ છે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. વારંવાર સ્થાનિક રહીશો દ્વારા વીજકચેરીમાં રજુઆત કરવા છતાં કોઈ નકકર પરિણામ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વીજ કચેરીના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગી આ વિસ્તારની મુલાકાત લે અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here