નર્મદા જિલ્લાના તિલકવાડાના ફસાયેલા બે સાધુઓને બચાવાયા

તિલકવાડાના સામે કાંઠેના પ્રસિદ્ધ મણિનાગેશ્રવર મંદિરમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો માછીમારોની રેસ્ક્યુ ટીમે નાવડીની મદદથી રેસ્ક્યુ કરી સાધુઓને તિલકવાડા લાવ્યા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાઇ છે, ઠેરઠેર નદીના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જી છે. લોકોના ખેતરો સહિત ધરોમાં પાણી ભરાતા અનેક લોકોએ સ્થળાંતર કર્યુંછે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ગામ સામે નર્મદા નદી કિનારે આવેલ પ્રસિદ્ધ મણિનાગેશ્રવર મંદિરમાં બે સાધુઓ ફસાતા તેમનુ રેસ્ક્યુ હાથ ધરાયું હતુ.

નર્મદા નદીમાં ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે નદી દાયકાઓ બાદ ગાંડીતુર બની બે કાંઠે વહેતી થઈ છે,ન રસતાઓ નુ ભારે ધોવાણ, પુલને નુકશાન, ખેતીના પાકને નુકશાન લોકોના ધરો સહિત ઘરવખરીને નુકશાનના સમાચાર પ્રાપત થઇ રહયા છે, તેવા સમયે તિલકવાડા ગામની સામે આવેલ મણિનાગેશ્રવર મંદિરમાં નર્મદા નદીના પાણી ભરાયા હતા, છેલ્લા ચાર દિવસ થી બે સાધુ ઓ ફસાયા હતા. જેમને તિલકવાડાના સ્થાનિક રહીશોને જાણ થતા માછીમારોની રેસકયુ ટીમની મદદથી નાવડી દ્વારા મંદિરમાંથી સહીસલામત તિલકવાડા ગામ ખાતે લાવવામાં આવ્યા હતા.

તિલકવાડા ગામ નજીક નો વાડીયા ,રેગણ ,કાલાધોડા , સહિત વાસણ ગામને જોડતો નાનો પુલ પાણીમાં ગરકાવ થતા મંદિરના સાધુઓ બહાર નીકળી શકયા ન હોતા જેથી તેઓને રેસકયુ હાથ ધરી બચાવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here