નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક થી મેઘરાજાનો વિરામ

વીસ-વીસ દિવસ સુધી લગાતાર જીલ્લામાં થયો સાર્વત્રિક વરસાદ છતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 42 ઇંચ ઓછો વરસાદ

જંગલ વિસ્તાર વાળા દેડિયાપાડામાં ગત વર્ષની સરખામણીમાં 8 ઇંચ સાગબારામાં 2 ઇંચ જેટલો વધારે વરસાદ ખાબક્યો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં તા.૨ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. લાગલગાટ છેલ્લા 20 દિવસ થી સમગ્ર જીલ્લા મા ભારે વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર જનજીવન ઉપર પડી હતી. દાયકાઓ બાલ નર્મદા જીલ્લા વાસીઓ એ સતત વરસાદ પડતો હોવાનો અહેસાસ કર્યો હતો.

પરંતુ ભલે નર્મદા જીલ્લા મા સતત 20 દિવસ વરસાદ વરસ્યો હોય પરંતુ જો ગતવર્ષ ની સરખામણી ચાલુ ચોમાસા ની સીઝન સાથે કરાએ તો જીલ્લા મા આજની તારીખ 2 જી સપ્ટેમ્બર 2019 ની સ્થિતિએ 42 ઇંચ જેટલો ઓછો વરસાદ વરસ્યો છે.
આ આંકડો ખરેખર અચરજ પમાડે તેવો છે !પરંતુ સત્ય છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૪૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૨૦૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૩૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૩૫ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૬૮૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

દેડિયાપાડા તાલુકા મા ગતવર્ષ કરતા 8 ઇંચ જેટલો વધારે વરસાદ વરસ્યો છે, સાગબારા તાલુકા મા પણ 2019 કરતા 2 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે. ગરુડૈશવર તાલુકા મા ગયા વર્ષ કરતા 24 ઇંચ ઓછો,નાંદોદ મા 12 ઇંચ ઓછો અને તિલકવાડા મા 17 ઇંચ જેટલો ઓછો વરસાદ વરસ્યો છે. જીલ્લા ના જંગલ વિસ્તારમાં વધારે વરસાદ ખાબક્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૩.૩૫ મીટર, કરજણ ડેમ-૧૧૧.૫૮ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૪ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૨૯.૨૦ મીટર હોવાનુ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here