સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓનું UDS કંપની દ્વારા સન્માન કરાયું

રાજપીપળા,(નર્મદા)
આશીક પઠાણ

યુડીએસ કંપની દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુડીએસ કંપની દ્રારા દર મહિને તેના હસ્તકનાં વિભાગનાં કર્મચારીઓ જે સારી ફરજ બજાવે છે તેવા કર્મીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરાય છે.
જુલાઈ-૨૦૨૦ માટે ઍકઝીબિશન વિભાગમાંથી ભોઈ વિપુલ તથા હાઉસકિપિંગ વિભાગમાંથી વિજયભાઈ વસાવા, હેમલતા તડવી તથા સિવિલ વિભાગમાંથી વિરેન્દ્ર તડવી તથા એમઈપી વિભાગમાંથી સશીદાનંદ તથા હોર્ટીક્લ્ચર વિભાગમાંથી રાકેશ તડવી તથા સિક્યુરિટી વિભાગમાંથી કિરીટભાઈ અને બોટીંગ પોઈન્ટ વિભાગમાંથી અલ્પેશ વસાવા તથા સેફ્ટી વિભાગમાંથી જતન રાઠવા આ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ દરમિયાન L & T માંથી વિલાશ પિલ્લઈ તથા યુડીએસમાંથી રાજેશ વિચારે, વિશાલ શ્રીવાસ્તવ, કાનન પરમાર તથા સાગરસિંહ, ઉદય દેસાઈ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here