નર્મદા ડેમના સિઝનમાં પ્રથમવાર 10 ગેટ 3 મીટર સુધી ખોલાયા…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો સાજે 6-00 કલાકે ડેમ 130. 99 મીટરની સપાટીએ

ડેમના દરવાજા ખોલી નદીમા 50000 કયુસેક પાણી છોડવાની ફરજ પડી

ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાથી 2.75 લાખ કયુસેક પાણી છોડાયું જે મોડી રાત્રે ડેમ સુધી આવતા વધુ પાણી છોડાસે-કા.પા.ઇજનેર કાનુંગો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાથી પાણી છોડતા નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે સાંજના 6-00 કલાકે નર્મદા ડેમની જળસપાટીમા 130.99 મીટરે નોધાઇ હતી. જેથી ડેમ સત્તા વાળાઓને નર્મદા નદીમા પાણી છોડવાની ફરજ પડી હતી.

નર્મદા ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમ પાણી છોડતા આજરોજ સાજે 6-00 કલાકે ડેમની જળસપાટી 130.99 મીટરે પહોંચી છે. ડેમ ખાતે હાલ 85000 કયુસેક પાણી આવક થતાં વીજ ઉત્પાદન માટે 200 મેગાવોટના RBPH ના 5 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે જે માટે 35000 કયુસેક પાણીનુ આઉટફલો થઇ રહ્યો છે. જયારે ચાલુ ચોમાસા ની સીઝન દરમ્યાન પ્રથમ જ વાર ડેમના 10 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે, જેમાથી નર્મદા નદીમા 50000 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. આમ જોવા જઈએ તો નર્મદા નદીમા 85000 કયુસેક પાણી વહી રહ્યો છે.35000 કયુસેક જે પાણી ટર્બાઇનમા વીજ ઉત્પાદન માટે વપરાય રહયો છે તે પણ નર્મદા નદીમા વહી રહયો છે.

નર્મદા ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઓમકારેશ્વર ડેમમાથી આજે 2.75 લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ હોય ને આ પાણી નર્મદા ડેમ ખાતે મોડી રાત્રે આવી પહોંચવાની સંભાવનાઓને જોતા નર્મદા ડેમ માથી નર્મદા નદીમા મોડી રાત્રે વધુ પ્રમાણમા પાણી છોડાસેનુ નર્મદા ડેમના કા.પા.ઇજનેર કાનુંગોએ જણાવ્યું હતું .હાલ નર્મદા ડેમ ખાતે 85000 કયુસેક પાણીનો ઇનફલો થઇ રહયો છે, એટલીજ માત્રામા આઉટફલો પણ ડેમના 10 દરવાજા ખોલી 50000 કયુસેક પાણી છોડાઇ રહયું છે, અને 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇનો દ્વારા 35000 કયુસેક પાણી નદીમા વહી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગત તા 25 મી ના રોજ મોડી સાંજે ડેમ માથી નર્મદા નદીમા 1 લાખથી પણ વધુ 2 લાખ કયુસેક પાણી તા 26 મી ના રોજ છોડવામાં આવસેની નિગમ દ્વારા જાહેરાત કરાઇ હતી જેને મુલતવી રખાઇ હતી, પરંતુ આજે ડેમના દરવાજા ખોલી નદીમા પાણી છોડવાની ફરજ પડી હતી.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાંદોદ ,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના નદી કિનારેના ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ભરુચ જીલ્લા સહિત વડોદરા જીલ્લાના નર્મદા કાંઠાના ગામ પણ એલર્ટ કરવાની સુચના તંત્રને અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here