વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય એવા ખરા પ્રજા ચિંતક જીતુભાઈ સોમાણી વાવાઝોડાને ધ્યાને લઇ સતત લોક સંપાર્કમાં સક્રિય

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

ગામડે ગામડે કાર્યકરોને દોડાવી કાચા મકાનો અને વેચાણ વાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળો પર પહોંચાડ્યા રહેવાને જમવાની વ્યવસ્થા કરી આપી”

હવામાન ખાતા દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કર્યાની સાથે જ સમગ્ર રાજ્યભરમાં નેતાઓ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ એલર્ટ થયા છે ત્યારે વાંકાનેરના લોકપ્રિય પ્રજા ચિંતક એવા જીતુભાઈ સોમાણી જેવો વિવિધ સેવાકીય પ્રવૃતિથી જાણીતા છે ત્યારે સંકટ સમયે પરિસ્થિતિને ધ્યાને રાખીને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે તેની ટીમ વાંકાનેર કુવાડવા મતવિસ્તાર પંથકમાં સતત કાચા પાકા જોખમી મકાનો ઝપટ્ટી વિસ્તારો ના લોકોને સાવચેતી સાથે સુરક્ષા સલામત સ્થળ પર પહોંચાડી ને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી છે સાથોસાથ સર્વે સરકારી અધિકારીઓ સહિત પાલિકા તંત્ર કલેકટર મામલતદાર ટીડીઓ ડીડીઓ સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ અને મંત્રી નેતાઓ સાથે સતત ટેલિફોનિક સંકલન કરી લોક ચિંતક ચર્ચા વિચારણા સાથે લોકો ને હાલાકી ન પડે તેવા પ્રયાસો અંતર્ગત રહેવા જમવાની વ્યવસ્થા તત્કાલ કરી વાંકાનેર કુવાડવા પંથકમાં ગામડે ગામડે વાહનો દોડાવી ને લોક સેવા કાર્યમાં લાગી ગયા છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેર ના વાંકાનેર શહેર સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોતાની ટીમને દોડાવી સ્થાનિક લોકોના ખબર અંતર પૂછપરછ સાથે કાચા પાકા મકાનો તેમજ ઝૂંપટ્ટી વિસ્તારમાં કે નીચાણ વાળા વિસ્તાર કે નદીના નાલા પસાર થતા વિસ્તારોમાં તત્કાલ વાહનો દોડાવીને લોકોને સ્થળાંતર કરી ખરી પ્રજાહિત પ્રજા ચિંતક કામગીરી હાથ ધરી છે હજારોની સંખ્યામાં એક સરખું સમાધિષ્ઠ ભોજન સર્વેને મળે તેવા પ્રયાસો નું જમણવાર માટેનું રસોડું શરૂ રાખ્યું છે જેથી સ્થળાંતર થયેલ વ્યક્તિઓ ને સમયસર જમવાનું મળે તેમ જ રહેવા માટે શાળા સ્કૂલ સહિત વિવિધ સ્થળ પર વ્યવસ્થા કરી આપી છે જેથી કુદરતી આપત્તિજનક એવા વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ પરિવારની જેમ પ્રજાના પ્રતિનિધિ પ્રજાની વચ્ચે રહ્યા છે તે તસવીરમાં દ્રશ્ય મંડ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here