વાંકાનેર સીટી પોલીસ મથકે હિંદુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક મળી

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર પોલીસ મથક મા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ખુલ્લા ગ્રાઉન્ડમાં શાંતિ સમિતિની મીટીંગ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. સોલંકી ની અધ્યક્ષતામાં મળી હતી જેમાં હિન્દુ સમાજના પરસોત્તમ માસ અને મુસ્લિમ સમાજના મહોરમ માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત વિવિધ રાજકીય અગ્રણીઓ આગેવાનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ની હાજરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી સોલંકી અને પીએસઆઇ કે.કે. ચાનિયા સહિત સમગ્ર પોલીસ ટીમ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક ની તકેદારી અંગે માર્ગદર્શન સુચના આપવામાં આવી હતી કોમી એકતા ના પ્રતીક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો દર વર્ષની જેમ શાંતિ ભાઈ ચારા થી આનંદ ઉત્સવ સાથે સર્વે હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા ભક્તિભાવે ઉજવાય તેવા ઉદ્દેશ સાથે શાંતિ સમિતિની મીટીંગ મીટીંગ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here