વાંકાનેરમાં માસુમ છબીલ કમિટી દ્વારા મોહરમ માસ નિમિત્તે નિયાઝ શરીફનું દસ દિવસ સુધી વિતરણ

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

વાંકાનેરમાં આવેલા કુંભાર પરામાં છેલ્લા 22 વર્ષથી મુસ્લિમ સમાજના મોહરમ શરીફ ના પ્રથમ ચાંદ થી માસુમ છબીલ કમિટી દ્વારા ઠંડા પાણી શરબત કોલ્ડીંગ તેમજ પરિસ્થિતિને ધ્યાન રાખી ચોમાસાની ઋતુમાં તાજા ગરમા-ગરમ ભજીયા બટેટા ની ચિપ અને સેવ ટમેટાનું શાક બ્રેડ વિગેરે નિયાઝ કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ બાળકો મહિલા વૃદ્ધો અને સ્થાનિક હિંદુ મુસ્લિમ ભાઈઓ આ માસુમ છબીલ કમિટીમાં એકતાના પ્રતીક મહોરમ શરીફ નિમિત્તે વિવિધ વાનગી નો સ્વાદ સ્વરૂપે પ્રસાદની નિયાઝ નો લાભ લઇ રહ્યા છે જે કમિટીને આયોજકો મોહમ્મદશા જાફરસા શાહ મદાર. અહેમદશા ઈકબાલસા શાહ મદાર. સાહિલશા આરીફશા શાહ મદાર. હમિદ શાહ તેમજ મુન્નાભાઈ રાજુભાઈ તળપદા કોળી મીરા શાહરૂખ સિપાઈ વિગેરે સતત માસુમ છબીલ કમિટી નિમિત્તે વિવિધ કાર્યક્રમોની સફળ બનાવવા માટે આશિકે હુસેન ના પવિત્ર મોહર શરીફ દરમિયાન કોમી એકતાના પ્રતીક કાર્ય કરી રહ્યા છે જે માસુમ છબીલ કમિટીના હિન્દુ મુસ્લિમ યુવાનો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here