વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા ચંદ્રપુર ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંતર્ગત ત્રીજો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

“રાણેકપર ધમલપર ચંદ્રપુર પંથકમાં ખેડૂતો મહિલાઓ વૃદ્ધ વિદ્યાર્થીઓ બાળકો ને સાયબર ક્રાઇમ અંગે કાયદાકીય માહિતી સાથે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 1930 ની વિવિધ માહિતી સાથે માર્ગદર્શન આપતા મહિલા પીએસઆઇ ડી. વી. કાનાણી”

આરીફ દિવાન મોરબી: આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર મોબાઈલના માધ્યમથી whatsapp stagram ફેસબુક વિગેરે વિવિધ સોફ્ટવેર ના માધ્યમથી લોકો માહિતગાર છે જેનો ઉપયોગ વધુ પડતો શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ થઈ રહ્યો છે ત્યારે માસ્ટર માઈન્ડ ચીટર ટોળકી પણ ગુનાહિત પ્રવૃત્તિ અને અંજામ આપવા માટે એલર્ટ થઈ છે જેથી નિર્દોષ ભોળા લાલચ માં આવેલા વ્યક્તિઓ તેના શિકાર બનવા ની ઘટનાઓ બનવા પામી છે જેથી સરકારે સાઇબર ક્રાઇમ અંતર્ગત લોક જાગૃતિ અભિયાન શરૂ કરેલ હોય જેમાં 1930 નંબરનો હેલ્પલાઇન માં સાઇબર ક્રાઇમ નો ભોગ બનનાર વ્યક્તિઓને વિશેષ માહિતી માર્ગદર્શન સાથે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી વાંકાનેર પીઆઇ પી.ડી. સોલંકી ના માર્ગદર્શનથી પી.એસ.આઇ. ડી.વી. કાનાણી અને પી.એસ.આઇ. કે.કે. ચાનિયા સહિત વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાની સાથે સાથે સાયબર ક્રાઇમ નો વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તારના લોકો ભોગ ના બને તેવા ઉદ્દેશ સાથે વાંકાનેર સીટી પોલીસ ની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અંગે લોકો જાગૃત બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ની હદમાં આવેલા રાણેકપર ધમલપર અને ચંદ્રપુર ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા છે જેમાં ચંદ્રપુર ખાતે તારીખ 22/7/2023 ના રોજ વિવિધ સંસ્થાના બહેનો સાથે વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રતિષ્ઠ વ્યક્તિઓ અને ખેડૂતો વિદ્યાર્થીઓ મહિલાઓ ની હાજરીમાં સીટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ ડી.વી.કાનાણી એ કાયદાકીય માહિતી સાથે સરકારના હેલ્પલાઇન 1930 નંબરની પર કોલ કરી કાયદાકીય માર્ગદર્શન અને વિવિધ માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે તેવી જાણકારી સાથે વિદ્યાર્થીઓને બાળકોને મોબાઈલનું જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા ની સાથે સાથે મોબાઈલ ના માધ્યમથી દુરુપયોગ ન થાય તેની પણ તકેદારી વાલી વારસદાર રાખવી જોઈએ અને સાયબર ક્રાઇમ અંગે વિશેષ માહિતી સાથે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ માં કાયદાકીય ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું હતું આજના આધુનિક યુગમાં હની ટેપ જેવી ઘટનાઓ અને નાની બાળાઓ પ્રેમ પ્રકરણમાં ફસાવવાની ઘટનાઓ બનવા પામી છે જેથી સમાજ માટે લાલબત્તી સમાન છે જેથી મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો અને વિદ્યાર્થી બાળકી કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મોબાઈલના માધ્યમથી ટેલિફોનિક facebook whatsapp instagram જેવા સોફ્ટવેરથી ભોગ ના બની તેની તાકીદારી રાખવી જોઈએ અને અજાણ્યા મોબાઈલના માધ્યમથી આવેલા ફોન અંગે સજાગ્રહી સાઇબર ક્રાઇમ કે અન્ય કોઈ ગુન્હામાં ભોગ ના બને તેની તકેદારી રાખવી જોઈએ તેવા વિશેષ લોક જાગૃતિ અભિયાન અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં આવેલ રાણેકપર ધમલપર ચંદ્રપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વિદ્યાર્થીઓ મજૂરો વેપારી વર્ગને મોટી સંખ્યામાં હાજર રહેલા વ્યક્તિઓને સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અભિયાન અંતર્ગત મહિલા પી.એસ.આઇ ધર્મિષ્ઠાબેન કાનાણીએ માર્ગદર્શન આપ્યું હતું જે સમગ્ર કાર્યક્રમની તસવીર માં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here