વાંકાનેર નેશનલ હાઇવે પરના હોડિંગ્સ બેનર બોર્ડ ઉતરતા નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પોલીસ ટીમના મુકેશભાઈ ચાવડા અને વિજયભાઈ રબારી

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

“વિશ્વ પવન દિન નિમિત્તે તંત્ર એલર્ટ વાંકાનેર થી ઢુવા સુધી સવારથી પવન ફુકાતા ની સાથે ફરજ ના ભાગે સેવા કાર્ય શરૂ”

સમગ્ર રાજ્યમાં વાવાઝોડા વરસાદની આગાહી અંતર્ગત સમગ્ર રાજ્ય મા તંત્ર એલર્ટ થયું છે તેના ભાગરૂપે સતત છેલ્લા દસ દિવસથી એટલે કે આગાહીની તારીખ અગાઉ જિલ્લા કક્ષાના અધિકારીઓ ફરજ ના ભાગે લોકોને જાન માલની સલામતી સાથે કોઈ મોટી દુર્ઘટના અકસ્માત જનક ઘટના ના બને તેવા પ્રયાસો અંતર્ગત મુખ્ય માર્ગોથી લઈને નેશનલ હાઈવે સુધીના હોર્ડિંગ્સ બેનર બોર્ડ વિગેરે વૃક્ષો અને જીબીના વાયરો થી કોઈ શોર્ટ સર્કિટ અકસ્માત ના થાય તેવા તકેદીના ભાગરૂપે વાંકાનેર વઘાસીયા ટોલનાકા નેશનલ હાઈવે ઓથોરિટી મેનેજમેન્ટ ટીમ સાથે પોલીસ પીઆઈ પીડી સોલંકી ની સુચના થી જમાદાર મુકેશ ચાવડા સાથે વિજયભાઈ રબારી અને જી.આર.ડી ના જવાનો ના કિરીટભાઈ તેમજ દિલીપભાઈ વિગેરે વિગેરે ફરજ ના ભાગે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે થી ઢુવા સુધીના વિસ્તારોમાં જાહેર માર્ગો પર લાગેલા મોટા મોટા બેનર હોડિંગ બોર્ડ ને તત્કાલ ખસેડી કોઈ અકસ્માત ઘટના ન ઘટે તેના અનુસંધાને તત્કાલ યુદ્ધના ધોરણે સમગ્ર કાફલા સાથે સવારના આશરે અગિયારસ વાગ્યાના સુમારેથી કામગીરી હાથ ધરી છે અને આ કામગીરી સતત છેલ્લા બે ત્રણ દિવસથી હાથ ધરી વાંકાનેર પંથકમાં તંત્ર એલર્ટ રહ્યાની તસવીરો માં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here