વાંકાનેરના લુણસરિયાથી થાન તરફ જતો માર્ગ ખનીજ માફીયાઓના પાપે ખખડધજ… અવરલોડ વાહનોના કારણે સામાન્ય જનતાનો ભોગ…!!!

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

“શાળા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ચોકની ખાડા અને ટ્રક ડમ્પરો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સજાય તે પહેલા તંત્ર વાહકો સમસ્યાનું સોલ્યુશન લાવશે? કે પછી હોતા હે ચલતા હૈ જ એ તો આવનાર સમય કહેશે”

સમગ્ર ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા મહાનગરપાલિકાને પાલિકાને કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ના ચેક વિતરણ કર્યો છે જેથી વિકાસલક્ષી કાર્યને સ્થાન મળી શકે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ સમસ્યાઓની હાર માળા આજની તારીખે પણ જુના ઢાંચા ને વળેલી સ્થિતિની જેમ આજના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જાણે વિકાસ ના દર્શન લુણસરિયા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોને થયાના હોય તેમ સમસ્યા ની હાર માળા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ચિંતક બની છે વાંકાનેર થાન રોડ પર સતત વાહનોની અવરજવર રહી છે ત્યારે ચોમાસાની ઋતુમાં માર્ગો પર ખાડા થી ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો માટે સિર દર્દ સમસ્યા સમાન રહી છે લાખો કરોડોના ખર્ચે બનતા રોડ રસ્તા અવરલોડ ટ્રક ટેન્કર ડમ્પરો ના માધ્યમથી ખનીજ માફિયા ના બે રોકટોક ટ્રકો ડમ્પરો એ જાણે વિકાસલક્ષી માર્ગો ફરીને રોડ રસ્તાને ભાગીને ભૂકો કરી નાખ્યો હોય તેમ પરિસ્થિતિ કઈ રહી છે લુણસરિયા થી થાન તરફ જતા માર્ગ પર ધાર્મિક મંદિર અને શાળા સ્કૂલ આંગણવાડી હોવાથી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક જનો તેમજ વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોની અવર-જવર રહી છે ત્યારે જોખમી માર્ગો અને અવરલોડ ખાણ ખનીજ થી ભરેલા ડમ્પરો કોઈ મોટી દુર્ઘટના સજે તે પહેલા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ ખરા અર્થે વિકાસની મહેક લહેરાવે અને રોડ રસ્તા ભાંગીને ભૂકો થઈ ગયેલા છે તે રોડ રસ્તા ને મજબૂત કરી પ્રજાહિત કામગીરી હાથ ધરવામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ખરા અર્થે વિકાસ લક્ષી કાર્ય કરે તેવી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની લાગણીભેર માંગણી જન્મી છે જે સમસ્યા સ્વરૂપ સમાન રોડ રસ્તા પર ખનીજ માફીઆઓ અને ભાગેલા માર્ગો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here