બોડેલી તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરોની દયનિય હાલત થતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

૧૬ વર્ષ થી થતા શોષણ બંધ કરો અને હક્કમાગીએ છીએ ભીખ નહીં સમાન કામ સમાન વેતન શોષણ બંધ કરો અને કાયમી કરો ના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરોની હાલત કફોડી થતા આખરે બોડેલી સેવા સદન ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી સરકાર સુઘી વાત પહોંચે તે માટે આખરે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાંબા સમયથી કોમ્પ્યુટર ઓપરેટરો ને કમિશન દ્વારા વેતન મળતા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોમ્પ્યુટર ઓપરેટરો ની સરકાર સુધી વાત ન પહોંચતા આખરે વિરોધ નોંધાવી સરકાર સુધી વાત પહોંચે અને જે લાંબા સમયથી કોમ્પ્યુટર ઓપરેટર નું શોષણ થાય છે તે બંધ થાય અને ફિક્સ પગાર આપવામાં આવે એવી માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. અને દિવસે અને દિવસે વધતી જતી મોંઘવારી ને લઈને કમિશન પેટે મળતા વેતનને લઈ પોસાતું ના હોય તેથી ફિક્સ પગાર કરવામાં આવે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર પાટનગરમાં જઇ ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી આપવામાં આવી હતી. અને વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. કોમ્પ્યુટર ઓપરેટરો ની ખાસ માંગ ઉઠી છે.
કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે.સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાંઆરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે. વીસીઈને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઈ પંચાયત વીસીઈને કાઢી ના શકે.કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સંહાય આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here