વાકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હજારોની સંખ્યામાં માનવ મેદની સાથે પીએમ મોદીના આવકાર્ય કાર્ય અંતર્ગત રાજકોટ ખાતે રવાના

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

“દરેક બસ માં 60 થી 80 ની સંખ્યા મા જમવાની વ્યવસ્થા સાથે નાસ્તા અને પાણી સુવિધા પૂરી પાડાઈ”

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ધારાસભ્યો સંસદ સભ્યો મા ઉત્સાહ આનંદ સાથે જંગી જન મેદની સાથે તારીખ 27 7 2023 ના રોજ રાજકોટ ખાતે એરપોર્ટ અને બ્રિજ નું લોકાર્પણ અંતર્ગત રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારો 17 એસટી બસ અને સીટી માં 4 બસ મળી કુલ 21 બસ દરેક બસ દીઠ 60 થી 80 ની સંખ્યામાં જનમેદની પીએમ મોદી ને આવકાર્ય અંતર્ગત વાંકાનેર થી બપોરે 12:30 કલાકે રવાના ની સાથે કાર્યકરોને હાલાકી ના પડે તેવી વ્યવસ્થા સાથે ગરમ મસાલેદાર ગાંઠીયા અને ચોખા ઘી ના લાડુ સાથે કેળા અને પાણીના જગની વ્યવસ્થા રાખવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક કાર્યકરોએ ધારાસભ્ય જીતુભાઈ ના સંપર્ક વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથે અપડેટ આપવા ની સૂચના સાથે સમગ્ર કાર્યક્રમ મા રાજકોટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રિટર્ન માં પણ જમણ જમણવાર કુવાડવા ખાતે રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમની સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને તેની ટીમ સારી એવી જેહેમત ઉઠાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here