રાજપીપળા ટાઉન પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે વિધાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોલેજો સહિત જાહેર સ્થળો પર વિધાર્થીઓ ના પોલિસે સંપર્ક સાધ્યા

૨૬ મી જૂન આંતરરાષ્ટ્રીય દ્રગ્સ વિરોધી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે,આ દીવસે ડ્રગ્સ ના સેવન થી થતાં નુક્શાન અને તેના ખતરનાક પરિણામો થી લોકો ને ઉજાગર કરવા માં આવે છે ત્યારે રાજપીપલાં પોલીસ શી-ટીમ દ્વારા પણ રાજપીપળા નગર મા પણ કૉલેજ ના વિધાર્થીઓ સહિત અન્યો ને સંપર્ક કરી પોલિસે ઍક નવીન રાહ બતાવી યુવાનો ને ડ્રગ્સ થી દુર રહેવા ના પાઠ ભણાવ્યા હતા.

રાજપીપળા પોલીસ જાગૃતિ ફેલાવવા કોલેજ ના વિદ્યાર્થી ને બસ સ્ટેશન સહિત કૉલેજ ખાતે પહોંચી પોલીસ સ્ટાફ ના માણસો એ દ્રગ્સ કે કોઈ પણ વ્યસન ના કરવાની યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને એક બેનર ઉપર તેઓની સહીઓ કરાવી ને ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા નો પ્રસંશનીય પ્રયાસ કર્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here