છોટાઉદેપુર જિલ્લા કલાઉત્સવમાં ખત્રી વિદ્યાલય અગ્રેસર રહી…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લા કલા ઉત્સવ નું શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી મુકામે જિલ્લાનો કલા ઉત્સવ ઉજવાયો .જેમાં કાવ્યગાન, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ સ્પર્ધકોની જિલ્લા કક્ષાએ આ ર્સ્પર્ધાઓ યોજાય .જેમાં ખત્રી વિદ્યાલય એ માધ્યમિક વિભાગ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર ચૌહાણ મોબીના સાબીર ભાઈ માધ્યમિક વિભાગમાં વકૃત્વ સ્પર્ધામાં મન્સૂરી સઆદ એ ત્રીજું સ્થાન જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પટેલ સુહેમાં ઝકરિયા ભાઈ પ્રથમ સ્થાન મેળવી જિલ્લાના કલા ઉત્સવ માં ખત્રી વિદ્યાલય અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરી શાળા, સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે જે બદલ ત્રણેય વિજેતા ઉમેદવારોને શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે .ત્રણેય વિજેતાઓને વડોદરા ડાયટ તરફથી શિલ્ડઅને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here