રાજપીપળામા રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા ઉપલબ્ધ કરાઇ અવિરત વિજ પુરવઠાની યોજના

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડ હોસ્પિટલ, કલેક્ટર કચેરી , ડી.એસ.પી.ઓફિસ,જીલ્લા પંચાયત સહિત ની સરકારી કચેરીઓ ને અવિરતપણે મળસે વીજ પુરવઠો

નર્મદા જિ્લ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત કચેરી જેવી મહત્વની જિલ્લાકક્ષાની આ ત્રણેય કચેરીઓમાં થઇ રહેલી લોકોપયોગી વિવિધ પ્રજાકીય કામગીરી અને સેવાઓ વિજ પુરવઠાના કોઇપણ જાતના વિક્ષેપ વિના સમયસર, ઝડપી અને સરળતાથી પુરી પાડી શકાય તે માટે જિલ્લા પ્રસાશન દ્વારા અંદાજે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા અવિરત વિજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉભી કરાઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કાર્યરત કોવિડ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ખાતેની ઉક્ત મહત્વની કચેરીઓને અવિરત વિજપુરવઠો મળી રહે તે માટે ઉક્ત પ્રોજેક્ટના આયોજન-મંજૂરી અને તેના ઝડપી અમલીકરણમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે અંગત લક્ષ આપીને દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા ૫.૫ કિ.મી. અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી એક માસથી પણ ઓછા સમયગાળામાં પૂર્ણ કરીને તેને કાર્યાન્વિત કારાયો છે, જેના પરિણામે હવે વેન્ટીલેટરવાળા દરદીઓને તથા અતિમહત્વના GSWAN અને ઇ-મેઇલની કામગીરી કે જે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ-કલેક્ટર કચેરીમાંથી થાય છે તેને કોઇપણ જાતના અવરોધ કે વિક્ષેપ વિના અવિરત વિજપુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અન્વયે થયેલી કામગીરીને લીધે હવે વધુ સારી વિજ સુવિધા અને સાતત્યવાળી સેવાઓ ઉપલબ્ધ બની છે.

નગર મા અગાઉ પાથરેલી અંડરગ્રાઉન્ડ વીજ સપ્લાય યોજના છતાં વીજળી ના ધાંધિયા

આ અગાઉ રાજપીપળા વીજ કંપની ની કચેરી દ્વારા નગર ના સીંધીવાડ , દરબારરોડ, આરબટેકરા, વાલ્મિકીવાસ, માલીવાડ સહિત ના વિસ્તારમાં લગભગ 80 લાખ રુપિયા થી પણ વધુ નો ખર્ચ કરી અન્ડર ગ્રાઉન્ડ કેબલ વીજ પુરવઠો આપવાની યોજના અમલી બનાવી છે, પરંતુ આ વિસ્તાર માં વારંવાર વીજળી ના ધાંધિયા થાય છે , અસહ્ય ગરમી ઉકાળાટ મા વીજ ડુલ થતા લોકો હેરાન પરેશાન થતાં હોય છે, તો શુ આ વિસ્તાર માં અમલી બનાવેલ અંડરગ્રાઉન્ડ વીજ સપ્લાય યોજના શોભાના ગાંઠિયા સમાન છે ??

સરકારી કચેરીઓ ને અવિરતપણે મળસે વીજ પુરવઠો ની જાહેરાત જો વીજ કચેરી રાજપીપળા દ્વારા કરવામાં આવતી હોય તો શુ અગાઉ નગર મા અમલી ભનેલ આ યોજના નિષ્ફળ નીવડેલ છે ?? કે જેથી અંડરગ્રાઉન્ડ વીજ કેબલ હોવા છતાં વારંવાર વીજળી ના ધાંધિયા થાય છે. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here