નર્મદા જિ પં. ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીનો કાચ તોડી રુપિયા 3 લાખની ચોરી થતાં ચકચાર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સ્કોર્પિયો કાર ના ડ્રાઇવર સાઇડ નો પાછલો કાંચ તોડી ચોરી ને અંજામ આપનાર ટોળકી હોવાનો પોલીસ નુ તારણ

નર્મદા જિલ્લામાં અવાર નવાર કાર ના કાચ તોડી રોકડ રૂપિયા સહિત કિંમતી સામાન ની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો પોલિસ ચોપડે નોંધાઈ છે.પોલીસ એવા ચોરોને પકડવામાં સફળતા પણ મેળવે છે.પરંતુ ચોરટાઓ ચોરી કરવા હંમેશા તત્પર જ રહેતા હોય છે અને લાગ જોઈને ચોરીઓ કરતાં હોય છે.

નર્મદા જીલ્લા મા કારના કાચ તોડી રોકડા રૂપિયા સહિત કિંમતી સામાન ચોરતી એક ટોળકીએ નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણ વસાવા ની પાર્ક કરેલી કારનો કાચ તોડી 3 લાખ રોકડા રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશ મા આવતા પોલીસ વિભાગ મા દોડધામ મચી હતી.

બનાવ ની વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવા રાજપીપળા સબ જેલ પાસે રહેતા એડવોકેટ પંચાલ ના ઘરે પોતાનો ક્વોરી નો વ્યવસાય હોય ને તેના ભાડા કરાર માટે નોટરીના સહી સિક્કા કરાવવા માટે ગયા હતા.એમણે પોતાની સ્કોર્પિયો GJ 22 H 1190 એડવોકેટ ના ઘર નજીક જુની જેલ પાસે પાર્ક કરી હતી, જે દરમ્યાન ચોરી કરનાર ટોળકી એ કાર નો ડ્રાયવર સાઈડનો પાછળનો કાચ તોડી પાછલી સિટ પર મૂકેલા રોકડા 3 લાખ રૂપિયા તેમજ ચેક બુક અને ગાડી ની આર.સી બુકનું કાળા કલરનું પર્સ ચોરટાઓ ચોરી ને તવરિતજ ફરાર થઈ ગયા હતા .

એડવોકેટ ના ધરે પોતાનુ કામ પતાવી કાર પાસે આવતા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કિરણ વસાવાએ પોતાની કાર ના તુટેલ કાંચ જોતા અને તેમાંથી રુપિયા ગાયબ થયા નુ જોઇ ચોંકી ઉઠયા હતા. આ મામલે રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કાર ના કાંચ તોડી ચોરી થયા ની જાણ નગર મા વાયુવેગે પ્રસરી હતી. પોલીસ પણ છાનબીન કરવાંમા જોતરાઇ હતી, અને આસપાસ ના લોકો ની પુછપરછ કરતા કેટલાક ઇસમો રીક્ષા ભાડે કરી કાળાધોડા સર્કલ પહોંચ્યા હતા નુ પોલીસ ને જાણવા મળેલ હતુ.જયાં થી રાજપારડી ગયા નુ પણ પોલીસ ને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું.

પોલીસે CCTV ના વધુ ફુટેજ ખંગોળી આ ઘટનાની તપાસ કરતા કરતા છેક ભરૂચ જિલ્લાના રાજપારડી પહોંચી હતી, અને ત્યાંથી પોલીસને પર્સ માથી રુપિયા કાઢી ફેંકી દીધેલુ કાળા કલરનું પર્સ મળી આવ્યું હતું. પર્સ મા જે ડોકયુમેન્ટ હતા તે તેવા ને તેવા મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કાર ના કાંચ તોડી ચોરી કરવામાં એક આખી ટોળકી સામેલ હોવાનું તપાસ દરમ્યાન પોલીસ જણાઇ આવ્યુ હતુ.

રાજપીપળા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવાની દિશા મા આગળ તપાસ હાથ ધરી છે અને ચોરી કરનાર ટોળકી ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here