રાજપીપળાની હદ માજ 100 વર્ષ જુનુ ચિત્રાવાડી પાસેનુ સ્મશાન વિકાસ માટે ખોવાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ખાતે 86 લાખના ખર્ચે નવુ સ્મશાન બનાવવાની નગરપાલિકાની જાહેરાત બાદ ચિત્રાવાડી પાસે પણ સ્મશાન બનાવવાની માંગ

નર્મદા જીલ્લા યુથ કોગ્રેસના આગેવાનોએ ચીફઓફિસરને આવેદનપત્ર આપી 100 વર્ષ જુના સ્મશાન માટે નાણાં ફાળવવાની કરી માંગ

રાજપીપળા નગર મા વધતાં જતાં મૃત્યુ આંક ને જોઈ તેમજ કોરોના ની વિકટ પરિસ્થિતિમાં એક સાથે મૃતદેહો નો ખડકલો સ્મશાન ખાતે થતા એક બીજું નવું સ્મશાન બનાવવા નગરપાલિકાના શાસકો એ તૈયારીઓ બતાવી છે જે માટે રુપિયા 86 લાખ ની જોગવાઈ કરવામાં આવસે નુ પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે જયા આ સ્મશાન બનાવવા જગ્યા નકકી કરાઇ તેની પાસે વસવાટ કરતા વિસ્તાર ના રહીશો એ સ્મશાન રહેણાંક વિસ્તાર માં ના બનાવવા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુ છે.

તો હવે બીજી બાજુ સ્મશાન નો એક નવો જ મુદ્દો નર્મદા જીલ્લા યુથ કોગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલ છે , જેમાં યુથ કોગ્રેસ ના આગેવાનો નુ કહેવું છે કે રાજપીપળા નગર ની સીમ અને હદ છેક ચિત્રાવાડી ગામ ને અડીને આવેલ છે , કરજણ નદી કિનારે એક સ્મશાન છેલ્લા 100 વર્ષ થી રાજપીપળા ની હદ માજ આવેલ હોય તેનો વિકાસ કરવો જોઈએ ની માંગ યુથ કોગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલ છે.

રાજપીપળા ચિત્રાવાળી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન આવેલ છે ત્યાં રાજપીપળા ના નગરજનો ત થા ચિત્રાવાળી ગામ ના લોકો અંતિમયાત્રા કાઢી પોતાના સ્વજનો ને ત્યાં વિધિ પ્રમાણે અંતિમક્રિયા કરે છે જે ચિત્રાવાળી ગામ ની સીમમાં તથા રાજપીપળા ની હદ માં લાગતું હોવાથી વિકાસ કરવાની જવાબદારી નગરપાલિકાની હોય રાજપીપળા નગરપાલિકા ચીફ ઓફિસર ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ તરફથી સ્મશાનમાં 500 મીટર સીસી રોડ , સોલારલાઈટ બોર-મોટર, નાળુ ,સહિત વિકાસ ના કામ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને નર્મદા જીલ્લા કલેક્ટર ને પણ આ બાબતે જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

યુથ કોગ્રેસે આવેદનપત્ર સુપ્રત કર્યુ આ પ્રસંગે નર્મદા યુથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવ ભાઈ વસાવા , નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા , નર્મદા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર તથા શહેર પ્રમુખ મેહુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here