નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતનું સૂચારૂ આયોજન કરવા જીલ્લા વહીવટી તંત્ર સજ્જ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઇ

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે આજે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં નર્મદા જિલ્લાનો રોડ સેફ્ટી એક્શન પ્લાન-૨૦૨૧-૨૨ ને મંજૂર કર્યો હતો તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતનું સૂચારૂ આયોજન ઘડી કાઢવા પર ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડ, જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.આસલ, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, માર્ગ અને મકાન વિભાગ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, રસ્તા પરના દબાણો દૂર કરવાં તેમજ જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાં, રખડતા ઢોરને પકડીને તેને નિયત જગ્યાએ વ્યવસ્થા કરવાની સાથોસાથ રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૦-૨૧ અંતર્ગત જિલ્લામાં જે કામો અધુરા હોય તે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી.

ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટર શાહે જિલ્લામાં આવેલા બ્લેકસ્પોટની સુધારણા માટે યોગ્ય કાર્યવાહી માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. ચાલુ ડ્રાઇવિંગમાં મોબાઇલ પર વાત કરતા, હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડીંગ જેવા કિસ્સાઓમાં વાહન ચાલકો વિરૂધ્ધ દંડની વસુલાત કરવાની સાથે એસ.ટી.ના ડ્રાઇવરોને તાલીમ અને પોલીસ કર્મીઓ માટે ફસ્ટ એઇડની તાલીમ ગોઠવવાની સૂચના આપી હતી.

આ પ્રસંગે જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.અસલે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી.

રાજપીપળા નગર ના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક ની મોટી સમસ્યા – શુ ટાઉન પ્લાનિંગ નુ અમલ કરવામાં આવસે ??

નર્મદા જીલ્લા કલેક્ટર ની અધયક્ષતા મા રોડ સેફટી ની બેઠક મળી આવી બેઠકોનું આયોજન સમયાંતરે થાય છે જ ! પરંતુ રાજપીપળા નગર ની ટ્રાફિક સમસ્યા દુર થતી નથી એ પણ એટલું જ સત્ય છે .રાજપીપળા નગર મા આડેધડ બાધવામા આવે. શોપિંગ સેન્ટરો મા પાર્કિંગ ની વયવસથા ન હોય , સ્ટેશન રોડ ઉપર મોટા ભાગ ની બેંકો આવેલ હોય રોડ સાંકડા હોય ને અવારનવાર ટ્રાફિક ની સમસ્યા ઓ નો નગરજનો સામનો કરતા હોય છે.

રાજપીપળા નગર મા હવા પ્રવાસી ઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના હિસાબે મોટાં પ્રમાણ માં આવતા હોય છે તયારે નગર મા ઠેરઠેર સર્જાતા ચક્કાજામ થી તેઓ કંટાળતા હોય છે , અને નગર ની એક ખરાબ છાપ લઇને જતા હોય છે ત્યારે રાજપીપળા નગર ના મુખ્ય સ્ટેશન રોડ સહિત સફેદ ટાવર થી ગોપચણ ના ટેકરા વાળા રોડ ને કે જયાં સતત વાહનવ્યવહાર અને લોકો ની અવરજવર રહેતી હોય છે આવા આ રસતા ઓ ને પહોળા કરવાની તાંતી જરુરીયાત છે.

રાજપીપળા મા દાયકાઓથી ટાઉનપ્લાનીંગ અમલી જ નથી બનાવાયો ત્યારે જીલ્લા કલેક્ટર ડી.એ. શાહ આ મામલાને ગંભીરતાથી લે અને રાજપીપળા નગર ની ટ્રાફિક સમસ્યા દુર કરે એ હાલના સમય ની તાંતી માંગ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here