નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંકલેશ્વરના ગડખોલ ગામના રેલ્વે ઓવરબ્રીજનુ ઇ લોકાર્પણ કર્યુ

અંકલેશ્વર,(ભરૂચ) આશિક પઠાણ :-

રુપિયા 84 44 કરોડ ના ખર્ચે બનેલ 1100 મીટર ના બ્રીજ થી ટ્રાફિક ની સમસ્યા હલ થસે –સાંસદ મનસુખભાઈ વસાવા

આજ રોજ ભરૂચ જીલ્લાના પ્રજાજનોની મુસાફરી સરળ બને તથા સમય-ઈંધણની બચત થાય, તે હેતુસર ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી ઉપસ્થિત રહીને ગડખોલ ગામ પાસે રૂા. ૮૪ કરોડ ૪૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ચાર માર્ગીય ૧૧૦૦ મીટર લંબાઈના રેલ્વે ઓવરબ્રીજનું ઈ-લોકાપર્ણ કર્યુ હતું.

આ નવનિર્મિત બ્રીજથી અંકલેશ્વર શહેરના નાગરિકો, કર્મચારીઓ, કામદાર મિત્રો, વિદ્યાર્થીઓનું આવન-ગમન સરળ બનનાર છે તથા ગડખોલ, અંદાડા, સામોર, કાંસીયા, માંડવા, સુરવાડી, બોરભાઠા, ભરૂચ તથા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સહિત હાંસોટ – ઓલપાડ – સુરત સુધી જનાર મુસાફરો – વાહનચાલકોને પણ ઉપયોગી બની રહેશે. સાથે જ નર્મદા નદી ઉપર નવનિર્માણ પામી પૂર્ણતાને આરે પહોંચેલ ગોલ્ડન બ્રીજને સમાંતર બની રહેલા નવા બ્રીજને લીધે તથા અંકલેશ્વર-ભરૂચ ટ્વીન સીટીના ટ્રાફિકને પહોંચી વળવા આ ઓવરબ્રીજ આર્શિવાદ રૂપ બનશે નુ ભરુચ ના સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું , અને આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે ખુબ જ આનંદ તથા ગૌરવની લાગણી ઓવરબ્રીજ ના લોકાર્પણ પ્રસંગે અનુભવી હતી.

આ પ્રસંગે ભરુચ સાંસદ મનસુખભાઈ વસાવા એ વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨માં ભરૂચ જીલ્લાના ૧૦ જેટલા મોટા કામો માટે રૂા. ૧૭૦.૯૦ કરોડની મંજુરી મળેલ છે નુ પણ જણાવ્યું હતું આ માટે આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો અને આદરણીય નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ નો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા રાજ્ય કક્ષાના રમત-ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર એમ. ડી. મોડિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ તથા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here