રાજપીપળાના સફેદ ટાવર પાસે ટાવર સહિત ગાર્ડન સામે જુગાર રમતા નવ જુગારીઓ ને LCB પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 43100 નો મુદ્દામાલ જપ્ત કર્યો-જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી

રાજપીપળા મા જાહેર મા રાત દિવસ ધમધમતા રહેતા સથળો એ બેરોકટોક પણે ગેરકાયદેસર રીતે જુગાર રમતા બે સથળો એ નર્મદા LCB પોલીસે રેડ કરી નવ જુગારીઓ ને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 43100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપીપળા ના સફેદ ટાવર પાસે આવેલ શ્રી રામ પ્રોવિઝન સ્ટોર ની પાછળ ખુલ્લી જગ્યા મા જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે જુગાર રમતા 1 ) મુર્તઝા ગુલામનબી દીવાની રહે.બાવાગોર ટેકરી 2 ) નિલેશ દિનેશભાઇ વસાવા રહે.સડકફળીયા 3 ) મંગલેશ ભરતભાઈ વસાવા રહે. બારખાડી કોરીયા 4 ) હસમુખ ગણપત વસાવા રહે.સડકફળીયા 5 ) જયદીપ મનીયા વસાવા રહે.ખારાફળીયા નાઓને પતતા પાના સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 41450 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી નંબર 5 રેડ પડતા ફરાર થયો હતો.

આ ઉપરાંત નર્મદા LCB પોલીસે રાજપીપળા ગાર્ડન ની સામે પશુઓ ના દવાખાના ની બાજુ ની ખુલ્લી જમીન મા જુગાર રમતા 1) અબદાલ ગુલામહુસેન મુસ્તુફા રહે. કસ્બા વાડ 2 ) દિનેશ જગુભાઈ વાદી 3 ) ગુમાન ભરતભાઈ વાદી 4 ) મુકેસ ભરતભાઈ વાદી ત્રણેય રહે. પશુ દવાખાનામાં ની બાજુ માં , ગાર્ડન સામે રાજપીપળા નાઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 1650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here