રાજય સરકારના મંત્રી ઇશ્રવર પટેલે નર્મદા જીલ્લાના ભાજપા આગેવાનો હોદ્દેદારો સાથે બેઠક યોજી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડની મહામારી વચ્ચે અટવાયેલા પ્રજા કલ્યાણ ના પશ્રો નુ ત્વરિતજ નિરાકરણ અને ઉકેલ લાવવા આગેવાનો ને સુચના

આગામી વર્ષ મા રાજય વિધાનસભા ની ચુંટણી ઓ યોજાવાની હોય હાલ કોરોના ની મહામારી વચ્ચે ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો આગેવાનો પ્રજાજનો વચ્ચે જતા ન હોય ધણા પશ્રો અટવાયેલા પડ્યા હોય લોક હિત ની સમસ્યાઓનુ નિરાકરણ લાવવાનું બાકી હોય માર્ગદર્શન માટે આજરોજ રાજય સરકાર ના સહકાર, રમત ગમત અને વાહન વ્યવહાર વિભાગ ના મંત્રી ઇશ્રવર પટેલે નર્મદા જીલ્લા ની મુલાકાત લીધી હતી અને પાર્ટી ના આગેવાનો હોદ્દેદારો સાથે બેઠક યોજી ચર્ચા વિમર્શ હાથ ધરી લોકોના પશ્રો નુ ઝડપી નિરાકરણ લાવવા ની સુચના અને માર્ગ દર્શન આપ્યુ હતુ.

ભારતીય જનતા પાર્ટી ની સરકાર પ્રજાલક્ષી કાર્યો માટે હમેંશા તત્પર છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી કોવીડ  ની મહામારી ના કારણે પ્રજાના કેટલાક કામો માં વિલંબ થયો છે આવા કામો પ્રજા પાસે જઈ  અને જાણી બીજેપી કાર્યકર્તાઓ તેમને મદદરૂપ બને તેવા આશય થી  જિલ્લાના પ્રમુખ  ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પયુર્ષયાબેન  વસાવા,માજી વનમન્ત્રી  શબ્દશરણભાઇ તડવી, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલ , જિલ્લાના મહામંત્રી ઓ. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઓ. તમામ મંડલ ના પ્રમુખશ્રી ઓ સાથે રાજય સરકાર ના મંત્રી ઇશ્રવર પટેલે બેઠક યોજી હતી. અને પ્રજાના સહકાર શાખા, રમત ગમત અને વાહન  વ્યવહાર શાખા સહિત ના કે અન્ય કોઈ પણ . અધૂરા રહેલા પ્રશ્નો હોય તેની વિગતે ચર્ચા  કરી ને આ બધા  પ્રશ્નોનો જલ્દી નિવેડો આવે તે કામે લાગી જવા તમામ કાર્યકરો ને હાકલ કરી હતી .

સાથેજ હાલ માસ્ક અને વેક્સીન ની સાથે સાથે સોસીઅલ ડિસ્ટન્સ ની જાળવણી ત્રીજી લહેર થી બચાવી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી અને વેક્સિન કામગીરી સમગ્ર જિલ્લામાં વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને જિલ્લો કોરોના મુક્ત બને તે માટે પણ કામગીરી કરવા મંત્રી  ઈશ્વરસિહ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here