મોરવા હડફ પેટાચૂંટણીને ધ્યાને લઈ હથિયારો જાહેરમાં લઇ જવા, પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

મોરવા (હ), પંચમહાલ, ઈશહાક રાંટા :-

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જાહેર હુકમ પ્રદર્શિત

પંચમહાલ જિલ્લાના ૧૨૫-મોરવાહડફ વિધાનસભા બેઠક માટે જાહેર થયેલ પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અંતર્ગત પરવાનાના હથિયારો અને અન્ય હથિયારો ને જાહેરમાં લઇ જવા કે પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મુકતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમથી ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પરિણામ જાહેર થતા સુધી, જિલ્લાના મોરવા (હ) વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરવા હડફ તાલુકા તથા ગોધરા તાલુકાના મેરપ, ગોલ્લાવ, દહીંકોટ, સરસાવ અને ભામૈયા એમ કુલ પાંચ ગામોના વિસ્તારમાં લાયસન્સવાળા હથિયારો તેમજ અન્ય હથિયારો તીક્ષ્ણ અને મારક હથિયારો જેવાકે તલવાર, ભાલા, તીરકાંમઠા વગેરે જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ વિધાનસભા પેટા ચૂંટણીપ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ- 1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here