મોરવા હડફના સુલિયાત ખાતે “સૌને અન્ન – સૌને પોષણ” જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો

મોરવા(હ), (પંચમહાલ) ઇશહાક રાંટા :-

સંકલ્પ યાત્રા અંતર્ગત ૩૦૦થી વધુ નાગરિકોએ MY Ration એપ ડાઉનલોડ કરીને સરકારશ્રીની યોજનાનો અંગે માહિતી મેળવી

મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.ટી.મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરવા હડફ તાલુકાના સુલિયાત ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત “સૌને અન્ન – સૌને પોષણ” જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો.સંકલ્પ યાત્રા દરમિયાન સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત O.N.O.R.C, ફોર્ટિફાઇડ રાઈસ,ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ,વન નેશન વન રેશન કાર્ડ,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત ૩૦૦થી વધુ નાગરિકોએ MY Ration એપ ડાઉનલોડ કરીને સરકારશ્રીની યોજનાનો અંગે માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં “ધરતી કહે પુકાર” અંતર્ગત બાળકોએ નુકકડ નાટક પ્રસ્તુત કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણના રક્ષણ માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા. લાભાર્થીઓએ પણ આ પ્રસંગે સરકારી યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની સફળ વાર્તા “મેરી કહાની, મેરી જુબાની” કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે મામલતદારશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા હેલ્થ અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી, કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here