મોરવા હડફ તાલુકાના સાલીયા ગામે સંકલ્પ યાત્રાના રથનું ઉમંગભેર સ્વાગત કરતા ગ્રામજનો

મોરવા(હ), (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

દરેક વ્યક્તિઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા સરકાર કટિબધ્ધ-ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના ૭ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે, આ યાત્રાનો રથ મોરવા હડફ તાલુકાના સાલીયા ગામે
પહોંચતાં ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સાલીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તકે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે,દરેક લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહી ન જાય તથા લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મેળવે તે માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે કે, ભારત સરકારની યોજનાઓ ગામે ગામ છેવાડાના માનવીઓ સુધી પહોંચવી જોઈએ અને તેના લાભથી કોઈ પણ સાચો લાભાર્થી વંચિત ન રહેવો જોઈએ.

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ લગાવીને લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી આપી હતી.ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા.આ તકે હિસાબી અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here