મોરબી ક્ષેત્રે ટાઉન હોલ ખાતે સૌપ્રથમ વાર સખી કલબ દ્વારા બ્રાઇડલ કોમ્પિટિશનનું આયોજનકરાયુ

મોરબી, આરીફ દિવાન

મોરબી ક્ષેત્રે ટાઉન હોલ ખાતે સૌપ્રથમ વાર સખી કલબ દ્વારા બ્રાઇડલ કોમ્પિટિશન નું આયોજન 23 માર્ચ 2021 ના રોજ મંગળવાર ના રાખેલું છે. આ કોમ્પિટિશનમાં માનનીય જજ તરીકે બ્યુટી ક્ષેત્રે નામના ધરાવતા મેકઅપ આર્ટિસ્ટ શીતલ બેન સોમૈયા જેવો રાજકોટ ટ્વિન્સ બ્રાઇડલ મેકઓવર તથા એકેડમી ચલાવે છે. તેમ જ હેરસ્ટાઇલ આર્ટિસ્ટ શીતલ બેન પટેલ જેવો અમદાવાદ શૈલ્ય બ્રાઇડલ સ્ટુડિયો ચલાવે છે. તેવો બ્રાઇડલ કોમ્પિટિશન માં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ 1:30 વાગ્યા થી લઈ 5:30 વાગ્યા સુધી તેવો પોતાની બ્યુટી ક્ષેત્રે ની કલા અને આધુનિક આગવી શૈલી નું મેકઅપ અને હેરસ્ટાઇલનું માર્ગદર્શન માટેનો એક સેમિનાર અપાશે. તે ઉપરાંત 10 વાગ્યા થી લઈ ને બ્રાઇડલ કલેકશન ના વેપારીઓ આવવાના છે તો પાર્લરને લાગતી તમામ ચીજ વસ્તુઓની મળી રહેશે. તે ઉપરાંત 5 વાગ્યે મોડેલ શો અને તેમનું રેમ્પ વૉક રાખેલ છે તો જાહેર જનતાને આમંત્રણ છે તેવો આ અનોખું દ્રશ્ય જોવા આવી શકે છે. કોઈ પણ ને પણ બ્રાઇડલ કોમ્પિટિશનમાં ભાગ લેવો તેમ જ સેમિનાર ની માહિતી માટે નિધિ પટેલ નો સંપર્ક 7046422118,9725065623 પર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here