મોરવા હડફ તાલુકાના સાલીયા ગામના લાભાર્થી સનાભાઈએ ઘર આંગણે આયુષ્યમાન કાર્ડ મેળવતા સરકારશ્રીનો માન્યો આભાર

મોરવા(હ), (પંચમહાલ) ઇશહાક રાંટા :-

સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં તારીખ ૩૦ નવેમ્બરથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ ગામોમાં પહોંચતા લોકો હર્ષભેર આવકાર આપીને યોજનાકીય લાભ મેળવી રહ્યા છે.

વિકસિત ભારત યાત્રા અંતર્ગત મોરવા હડફ તાલુકાના સાલીયા ગામના આયુષ્યમાન યોજનાના લાભાર્થી સનાભાઈ મંગળાભાઈએ હર્ષભેર જણાવ્યું કે,આ યાત્રા થકી આજે મને મારા ઘર આંગણે જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે.જેથી કરીને મને ભવિષ્યમાં આરોગ્યલક્ષી ૧૦ લાખ સુધીની મફત સારવાર મળી રહેશે. તેમણે સરકારશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે તેમણે આયુષ્યમાન કાર્ડ મેળવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here