ભારત જોડો ન્યાય યાત્રા લઇ રાહુલ ગાંધી નસવાડી ખાતે આવતા કૉંગ્રેસનાં કાર્યકરોમા ખુશીની લહેર…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ખાતે ભારત જોડો ન્યાય યાત્રા લઈ રાહુલ ગાંધી નસવાડી ખાતે આવી પહોંચ્યા હતાં અને આ યાત્રા માટે નસવાડી ખાતે કાલ રાતના બેનરો તથા કૉંગ્રેસ ના ઝંડા વગેરેની કામગીરી કરવામાં આવી હતી અને આજ સવાર થી નસવાડી તાલુકાના ગામડે ગામડે થી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં કે આજે રાહુલ ગાંધી ને જોવાનો અને મળવાનો મોકો મળશે પરંતું સમય ના અભાવના કારણે રાહુલજી ઉભા રહ્યા નહતા અને સમર્થકો સહીત કાર્યકરો એ પણ રાહુલ ગાંધીજી ને ચાલુ કાર મા હાથ ઉંચો કરી અભિવાદન કર્યું હતુ અને કાર્યકરોમાં ખુશીની લહેર જામી હતી અને કાર્યકરો કૉંગ્રેસ ના ઝંડા અને ખેશ પહેરી ઉત્સાહ મનાવ્યો હતો કૉંગ્રેસ ના યુવાનેતા નોફિલ મેમણ ના જણાવ્યા પ્રમાણે આ દેશને જોડવા માટે અને આ દેશમા જે અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા માટે આવ્યાં છે જે યાત્રા પંચમહાલ જીલ્લા માથી નીકળી છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી ગામે આવી છે અને હજારો લોકોએ આ યાત્રાનું અને રાહુલ ગાંધીજી નું સ્વાગત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here