ભારતિય ટ્રાઈબલ પાર્ટીના પ્રમુખ ચૈતર વસાવાના આગોતરા જામીન મંજૂર કરતી અદાલત….

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરપંચની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાના સાડા ને માર મારી સોનાની ચેઇન ની લૂટ સહિત જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ 10 ઇસમો સામે નોંધાઇ હતી

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકાના બોગજ ગામ માં સ્થાનિક સ્વરાજ્ય ની સરપંચો ની ચુંટણીઓ યોજાઇ તે દરમ્યાન ભારતિય ટ્રાઈબલ પાર્ટી ના પ્રમુખ ચૈતર વસાવા એ સાંસદ મનસુખ વસાવા ના સાડા સહિત અન્ય લોકોને માર મારી સોનાની ચેઇન ની લૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો ભારે બિચક્યો હતો. સાંસદ મનસુખ વસાવા પોતે વ્હેલી સવારે બોગજ ખાતે પહોંચી ગયા હતા, ઇજાગ્રસ્ત સાડા ને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.અને પોલીસ અસામાજિક તત્ત્વો ને છાવરતી હોવાનો તેમજ ચૈતર વસાવા સામે પગલાં ભરવામા વિલંબ કરતી હોવાના આરોપો પોલીસ ઉપર લગાવ્યા હતા, પોલીસે આ મામલે ચૈતર વસાવા સહિત કુલ 10 ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી. ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપી ચૈતર વસાવા એ આગોતરા જામીન ની અરજી કરતા તેના આગોતરા જામીન અદાલતે મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વાત કરી એ તો બોગજ ગામમા ચુંટણી બાબતે બી.ટી.પી. ના આગેવાન ચૈતરભાઇ દામજીભાઇ વસાવા તથા બીજા નવ ઇસમો સામે ફરીયાદી સતિષભાઇ કુવરજીભાઇ વસાવા નાઓ કે જેઓ ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ના સાળા થાય છે. તેઓની સામે રાજકારણની અદાવતો રાખી સરપંચ ની ચૂંટણી માં ઝઘડો થતાં
તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ આઇ.પી.સી. ની કલમ- ૩૯૫, ૩૯૭, ૫૦૪, ૫૦૬(૨) મુજબની ફરીયાદ દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદ સામે બી.ટી.પી. ના આગેવાન ચૈતરભાઇ વસાવા તથા બીજા છ જણ નાઓએ નામ. ડિસ્ટ્રીક્ટ કોર્ટ નર્મદા મા ક્રિ.પ.અ. નં. ૪૩૨/૨૦૨૧ તથા ૪૩૩/૨૦૨૧ આગોતરા જામીન અરજી એડવોકેટ કિશોરભાઇ જે. તડવી નાઓ પાસે કરાવતા તેઓની દલીલો નામ. કોર્ટમા માન્ય રાખી નામ. ડિસ્ટ્રીક્ટ જ્જ શ્રી નાઓએ તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ તમામને આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here