ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) પરીક્ષામા સિધ્ધપુરની શૈલી કમલેશભાઈ પટેલ તાલુકામાં પહેલા નંબરે મેરીટમાં આવી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) પરીક્ષા યોજાઈ હતી તેમાં મેરીટ મેળવનાર વિદ્યાર્થીઓને સહાય આપી ભણતરમાં મદદરૂપ થવા માટે સ્કૉલરશીપની પરીક્ષા લેવામાં આવે છે.૨૦૨૦માં લેવાયેલ પરીક્ષામાં રાજ્યના ધોરણ ૬ માં અભ્યાસ કરતાં રાજ્યભરની પ્રાથમિક શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓની ૨૦૨૦માં પરીક્ષા લેવામાં આવેલી જેમાં ૪૨૪૯ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં પાટણ જિલ્લાના ૨૪ તેજસ્વી બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે જેમાં સિધ્ધપુરની આર.બી. સ્વામીનારાયણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી શૈલી કમલેશકુમાર પટેલ સિધ્ધપુર તાલુકામાં સૌથી અવ્વલ ક્રમાંક સાથે પહેલા નંબરે મેરીટમાં આવી છે. આ સિધ્ધી મેળવી તેણીએ શાળા,પરીવાર અને સિધ્ધપુર નગરનું ગૌરવ વધારેલ છે.અભ્યાસમાં ખૂબજ હોશિયાર શૈલી પટેલના માતા અલ્કાબેન પટેલ રાજપુર પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે તો પિતા કમલેશભાઈ વેપારી છે.ચિ.શૈલીએ સિધ્ધપુર નગર અને પરીવારનું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here