પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દામાવાવ પોલીસ

દામાવવ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.જે.રાઠોડ સાહેબ, તથા I/C સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.એ.જાડેજા સાહેબ નાઓએ વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે શ્રી એલ.જી.નકુમ પોલીસ સબ ઇન્સ્પેકટર દામાવાવ પોલીસ સ્ટેશન નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે દામાવાવ પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં.૦૦૯૬/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ (એ), ૬૫(ઇ), ૧૧૬(બી), મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ગૌતમભાઇ નારસીંગભાઇ કોળી બારીઆ રહે.સીમલાઘસી તા.દેવગઢ બારીયા જી.દાહોદ નાનો કાંટુ ચોકડી ઉપર આવેલ હોવાની ચોકકસ બાતમી હકીકત મળેલ હોય જે અન્વયે દામાવાવ પો.સ્ટેના અ.હે.કો પરેશકુમાર દેવકરણભાઇ તથા અ.હે.કો સુનિલકુમાર હેમાભાઇ તથા અ.પો.કો નિતેષકુમાર રામસીંગભાઇ નાઓને ઉપરોકત બાતમી આધારે સ્થળ ઉપર મોકલી આપતા ઉપરોકત આરોપીની વોચ ગોઠવી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here