બોડેલી શહેરમાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી ખાતે રમજાન ઇદ ની ઉજવણી ઉમંગ ઉત્સાહ અને કોમી એખલાસના માહોલમાં કરવામાં આવી હતી

રમઝાન ઈદ ના પાવન અવસરે સવારના સમયે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરી હતી, દેશમાં અમન ભાઈચારો બની રહે એ માટે ખાસ દુવા ગુજારવામાં આવી હતી
મસ્જિદમાં નમાજ અદા કર્યા બાદ એક બીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી. રમઝાન ઈદ ના અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી.
બોડેલી શહેરના જુમ્મા મસ્જિદ અલીપુરા મસ્જિદ અહેમદી મસ્જિદ કુબેર નગર ઢોકલીયા સહિ‌તના વિસ્તારો રોશનીથી શણગારવામાં આવ્યાં હતા અને આજે મુસ્લિમ વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી.
છોટાઉદેપુર જિલ્લા ભરના મુસ્લિમ બિરાદરો એ એક બીજાને ફેસબૂક, વોટ્સએપ અને એસ.એમ એસ. થી ઈદની મુબારકબાદી પાઠવી હતી
હિન્દુ ભાઇ ઓ એ પણ ઇદની મુબારક બાદી પાઠવી હતી.
મુસ્લિમ સમાજમાં રમજાન ઇદ સૌથી મોટો તહેવાર હોય અને પવિત્ર રમજાન માસમાં આખો માસ રોજા રાખી ખુદાની બંદગી કર્યા બાદ અલ્લાહ તરફથી રોઝેદારોને ઇનામ રૂપે ઇદની ભેટ આપવામાં આવે છે અને તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
બોડેલી શહેર ઉપરાંત છોટા ઉદેપુર જીલા માં પણ રમજાન ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી
અને એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here