નર્મદા જિલ્લામાં આજે 19 કોરોના પોઝિટિવ કેસો નોધાયા

રાજપીપળામાં 11 વડિયામાં 4 લાછરસમાં 2 દેડિયાપાડામાં 1 અને સામરપાડામાં 1 પોઝિટિવ કેસ મળી આવ્યો

નર્મદા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે કોરોનાની મહામારી

RT PCR પોઝિટિવના 12 રેપીડ એનટીજન પોઝિટિવના 6 અને Truenat પોઝિટિવના 1 કેસનો સમાવેશ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત આસપાસના ગામડાઓ મા આજરોજ કોરોના નો કહેર વર્તાયો હતો. આજરોજ એકસાથે સહુ પ્રથમ જ વાર 19 કોરોના પોઝિટિવ કેસો જીલ્લામાં નોધાયા હતા.

નર્મદા જિલ્લા જીલ્લામાં નોંધાયેલ કુલ 19 પોઝિટિવ કેસો પૈકી રાજપીપળા નગર વિસ્તારમાં જ એકસાથે આજ રોજ 11 પોઝિટીવ કેસ નોંધાયાની સહુ પ્રથમ ધટના બનતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાજપીપળા નગરને અડીનેજ આવેલ વડીયા ગામ ખાતેથી પણ કોરોનાની ઝપેટમાં 4 ઇસમો આવતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
રાજપીપળાથી માત્ર 7 કી.મી. ના અંતરે જ આવેલ લાછરસ ગામ ખાતે બે પોઝિટિવ કેસો નોધાયા હતા. જયાંરે સામરપાડા ખાતે એક અને દેડિયાપાડા ચારરસ્તા ખાતે એક કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે.

સમગ્ર જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેવાં સમયે લોકો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરતા માસ્ક ન પહેરતા અને જાહેર કાર્યક્રમ સહિત ખુલ્લેઆમ રખડતાં માલુમ પડી રહયા છે જે ખુબજ ગંભીર બાબત છે. શરૂઆત્મા લોકડાઉન પિરિયડમાં લોકો ઉપર તંત્રની નજર હતી હવે બધાંને પોત પોતાના ભરોસે છોડી દેવાયા છે.
આજરોજ જે 19 રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા તેમાં 12 પોઝિટિવ કેસો RT PCR પોઝિટિવના 6 કેસ રેપીડ એનટીજન પોઝિટિવના અને 1 કેસ True Nat પોઝિટિવનો નોંધાયો છે.
જે લોકો પોઝિટિવ આવ્યા તેમાં 1) વિજયભાઇ નગીનભાઈ પંડ્યા રહે.બ્લડ બેન્ક પાસે રાજપીપળા 2)જ્યોત્સનાબેન ભાસ્કરભાઈ સોની ,આદિતય બંગલા,રાજપીપળા 3) પુષ્પાબેન અમૃતલાલ નાઇ હાઉસીંગ બોર્ડ રાજપીપળા 4) ભુપેન્દ્ર ચુનીલાલ પટેલ રહે. લાછરસ 5) ભાવનાંબેન ગોરવભાઇ દેસાઈ રહે. લાછરસ 6) દેવજીભાઇ જેઠાભાઈ વસાવા રહે. ચાર રસ્તા દેડિયાપાડા આ છ ઇસમોના રેપિડ એનટીજન સેમ્પલ ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યા છે
True Nat પોઝિટિવનો એક કેસ નોંધાયા છે જેમાં 7) ગોતમ મણીલાલ વ્યાસ રહે રાજેન્દ્ર નગર સોસાયટી રાજપીપળા નો રિપોર્ટ સામેલ છે.
આ ઉપરાંત જેમના RT PCR પોઝિટિવ આવ્યા છે તેમાં 8) ડૉ કાજલકિરણ મિહીરકુમાર તડવી રહે.સદગુરુ વિલા વડીયા 9) મધુબેન નાનુભાઈ તડવી 10) જયદેવ સુરેશભાઈ દેશમુખ 11) જયનેશ નિલેષકુમાર આર્ય તમામ રહે.સદગુરુ વિલા વડીયા 12) મનીષાબેન યોગેશભાઈ સોની આશાપુરીમાતા પાસે રાજપીપળા 13) ચનદરવતિબેન ભદ્રેશભાઇ પંચોલી મોટા માછીવાડ રાજપીપળા 14) અંજલિ ભદ્રેશભાઈ પંચોલી 15) ભકતિબેન ભદ્રેશભાઈ પંચોલી 16) ધારાબેન ભદ્રેશભાઈ પંચોલી તમામ રહે મોટા માછીવાડ રાજપીપળા 17) જયંતિલાલ મોતીલાલ કાછીયા રહે. કાછીયાવાડ રાજપીપળા 18) કાજલ રામચંદ્ર કાછીયા રહે.કાછીયાવાડ રાજપીપળા અને 19 )પ્રિયાંસ હરેસ વસાવા રહે. સામરપાડા કે જેની ઉંમર માત્ર 7 જ મહિના છે તે પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here