બોડેલીમાં સોસાયટીમા ચાર ઘરના દરવાજાના નકુચા તોડ્યા પોલીસને ખુલ્લો પડકાર તસ્કરો બન્યા બેફામ

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વારંવાર ચોરીના બનાવ થી નગરજનો ચિંતિત

થોડાદિવસ અગાઉ જ બોડેલી સ્વ.ડેપ્યુટી સરપંચ અને રાજકીય પીઠ બડ ધરાવતાં ચંદુભાઇ ઠક્કર ને ત્યાં તસ્કરો રિવોલ્વર અને દાગીના ની ચોરી થઈ હતી તેનું હજું પોલીસ ને પગેરૂ મળ્યું નથી તો બીજુ બાજુ ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.

વારંવાર મંદિરોમાં તેમજ ઘરોમાં ચોરીઓ થતાં બોડેલી ના નગરજનો માં ભય નો માહોલ… પોલીસ પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાવતા તસ્કરો..

બોડેલી માં ગત રાત્રી ના સમયે તસ્કરો બેફામ બનતા બે સોસાયટી ના ચાર બંધ ઘર ના દરવાજા ના નકુચા તોડી તસ્કરો એ નિશાન બનાવ્યા હતા.જોકે તમામ બંધ મકાન માંથી કાંઈજ હાથ ના લાગતા વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.
શિયાળા ની ઠંડી નો લાભ લઇ એક પછી એક ચાર મકાનો ને તસ્કરો એ નિશાન બનાવતા રહીશો માં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ બોડેલી નગર ની છોટાનગર સોસાયટી માં રહેતા ભીખાભાઇ વસાવા મકાન માલિક ઉપર ના માળે પરિવાર સાથે સુતા હતા તે દરમિયાન તસ્કરો એ બહાર થી સ્ટોપર બંધ કરી નીચે ના બે મકાન માં ભાડે રહેતા નિલેશભાઈ તડવી નોકરી કરે છે. અને રાકેશભાઈ બારીયા શિક્ષક છે. પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તસ્કરો એ બંધ મકાન ના દરવાજા નો સ્ટોપર નો નકુચો તોડી ઘરમાં પ્રવેસ્યા હતું પરંતુ કાંઈજ હાથ માં આવ્યું ન હતું ત્યાંજ નજીક માં રહેતા ઠાકોર ભાઈ ચોક્સી પરિવાર સાથે વડોદરા રહેતા હોવાથી તેમનું મકાન બંધ હાલત માં હતું ત્યાં તસ્કરો એ દરવાજા નો નકુચો તોડ્યો હતો તેમજ કેસરબા સોસાયટી માં રહેતા અશ્વિન ભાઈ શાહ પરિવાર સાથે બહાર ગયા હોવાથી તસ્કરો એ બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા નો નકુચો તોડી મકાન માં પ્રવેસ્યા હતા ઘર માં તિજોરી તોડી સરસામાન વેરવિખેર કર્યું હતું પરંતુ તમામ બંધ મકાન માંથી કાંઈજ હાથ ન લાગતા વીલા મોઠે પરત ફરવાનો વારો આવ્યો હતો.
બોડેલી નગર અને તાલુકા માં છેલ્લા કેટલાક દિવસ થી ઉપરાછાપરી ચોરીઓ થતાં તસ્કર રાજ શરૂ થઇ ચૂક્યું છે એક સરખી ઢબે ચોરી ના પ્રયાસ કરતી ટોળકી સક્રિય થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 26 મી જાન્યુઆરી એ જ બોડેલી ના પીપળા શેરી માં સ્વ ચંદુભાઈ ઠક્કર ના બંધ મકાન ના દરવાજા ના નકુચા તોડી બંદૂક સહીત બોણાબે લાખ રૂપિયા જેટલી તસ્કરો એ ચોરી કરી હતી ત્યારે ગણતરી ના દિવસો માં આજે ચાર બંધ મકાન ના તાળા તૂટતાં બોડેલી પોલિસ ના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઇ ગયા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here