છોટાઉદેપુર : પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ એમ.એલ.એ શંકરભાઈ રાઠવા એ ખાન ખનીજ વિભાગના કમિશનર ડો, ધવલ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી અને તેમની મિલકતની તપાસની માંગ કરી હતી છોટાઉદેપુર જિલ્લામાં ગત માસે છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન આવેલા ખાણ ખનીજ કમિશનર ડો, ધવલ પટેલ છોટાઉદેપુર જિલ્લાની પાંચ જેટલી શાળામાં કથડેલા શિક્ષણ બાબતે શિક્ષણ સચિવને લેખિત અહેવાલ આપ્યો હતો ત્યારથી છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ઘરમાં આવ્યું છે આ મામલે છોટાઉદેપુર ના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પ્રકૃતિની પૂજા કરતા એવા આદિવાસી ના ઘર વપરાશ માટે પોતાના ખેતરના પાસે કોતરમાંથી કોઈકનું ટ્રેક્ટર ભાડે લાવી અને ઘર વપરાશ માટે લઈ જતા રેતીના ટ્રેક્ટર ને જત કરે છે અને એક માસથી વધારે સમય સુધી ડિટન કરે છે અને 50 થી 60 હજાર રૂપિયાનો દંડ ફટકારે છે ત્યારે તમારી લાગણી અને નૈતિકતા ક્યાં ગઈ ખાન ખનીજ વિભાગના કમિશનર ડોક્ટર ધવલ પટેલ અને આર બી ધ્રુવ આ બંને અધિકારીઓની મિલકતની તપાસ ખૂબ જ બારીક કરવામાં આવે તે અત્યંત જરૂરત છે અને મિલકતના ઉડાનપૂર્વક ઝડપથી તપાસ થાય તેવું છોટાઉદેપુરના ભાજપના મહામંત્રી અને પૂર્વ MLA શંકર રાઠવા એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here