ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા ચાલું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ..!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગુનાહિત કેસોમાં થશે ઘટાડો

બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન હતા.
ત્યારે આ બંધ કેમેરા ફરી ચાલુ કરવા ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા કૅમેરા ચાલુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગતરોજ કોન્ટ્રાક્ટર દ્વારા બગીચા સર્કલ થી જલારામ મંદિર ગાયત્રી મંદિર શહેરના અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર અને ચીફ ઓફિસર દ્વારા સુંદર કામગીરીથી શહેરીજનોમાં ગુનાહિત કેસોમાં પણ ઘટાડો જોવાશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here