રાજપીપળામાં જાહેર માર્ગો જાહેર સ્થળો ઉપર રોમિયોગીરી કરતા યુવાનો સામે પોલીસની લાલ આંખ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુલ્લેબાજ વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં જઈ પોતાની કારકિર્દી નાં નિર્માણ માટે સમયસર અભ્યાસ કરવાની પણ પોલીસની શીખ

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બ્બે ની સૂચના અને માર્ગદર્શનથી રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીના દીશાનિર્દેશ અનુસાર ટાઉન પોલીસ નગરના જાહેર માર્ગો સહિત જાહેર સ્થળો ઉપર રોમિયોગીરી કરતા યુવાનો અને યુવતીઓ પર બાજ નજર રાખી રહી છે

જાહેર સ્થળો ઉપર રોમિયોગીરી કરવાના અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે રાજપીપળા નગરમાં રોમિયોગીરી ઉપર સંપૂર્ણપણે અંકુશ આવે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે ધટના ન બને એ માટે તેમજ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓ પોતાનો અભ્યાસક્રમ ન બગાડી સમયસર શાળા કોલેજોમાં જાય અને અભ્યાસ કરી પોતાની કારકિર્દી નું નિર્માણ કરે એવા શુભ આશયસર નર્મદા જિલ્લા પોલીસ તંત્ર સાબદુ બન્યો છે અને નગરના જાહેર માર્ગો ઉપર શંકાસ્પદ હાલતમાં નજરે પડતા યુવક યુવતીઓની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી મહિલા પોલીસ શહીત પોલીસ જવાનો પૂછપરછ કરી યુવક યુવતીઓને અભ્યાસ કરવાની શીખ પણ આપી રહયા છે .

નગરના જાહેર સ્થળો જેવા કે એસટી ડેપો બાગ બગીચાઓ માં યુવક યુવતીઓ નજરે પડતા પોલીસ જવાનો ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ યુવક યુવતીઓને સમજાવટ કરી તેઓને અભ્યાસ કરવાની પ્રેરણા આપી રહ્યા છે . પોલિસ ના આ પગલા ની વાલીઓ મા ભારે પ્રશંસા થયી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here