નસવાડી : ૧૧ મા ખેલ મહાકુંભને લઈ નસવાડી ગ્રામપંચાયત હોલમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ગ્રામ પંચાયત હોલમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા સંચાલિત ૧૧મો ખેલ મહાકુંભ નો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે તેમજ માનનીય રમત ગમત મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી કાલે સાંજે કરવામાં આવેલ હતી જેની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી નારેન્દ્રમોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી અને એમનો ધ્યેય જે બાળકો અને યુવાઓ જે વિડીઓ ગેમ તરફ વળી રહ્યા છે તેના કરતાં રમત રમે અને ખેલાડીઓ બને તે હેતુથી અને રમત ગમત માં આપણા દેશનું નામ રોશન થાય તેના માટે આપણા વડાપ્રધાને પ્રયાસ કર્યા છે અને જીતેગા ગુજરાત ખેલગા ગુજરાત ના નારા સાથે વિડિઓ કોન્ફરન્સ ને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્પોર્ટ્સ ના ટીચરો જે વિજયભાઈ તથા વાણીયા ભાઈ તથા ભાજપ ના લઘુમતી સેલના જાવેદ કુરેશી અને લઘુમતી સેલના જિલ્લાના કારોબારી સભ્ય ઝુબેર કુરેશી અને તાલુકાના પ્રમુખ ગોપાલસિંહ તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ અને ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને વીડિયો કોન્ફરન્સ નિહાળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here