સિદ્ધપુરમાં સિદ્ધસંત શ્રીમોતીરામ ગુરુ મહારાજની ૮૦મી પુણ્ય તિથિની ઉજવણી કરાઇ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મીક નગરી સિધ્ધપુરની પવિત્ર સરસ્વતિ નદીના પૂર્વ કિનારે સ્વયમ પ્રાગટ્ય સિદ્ધપીઠ શ્રીહિંગળાજ માતાજીના મંદિર સ્થિત સિદ્ધસંત શ્રીમોતીરામ ગુરુ મહારાજના આશ્રમ ખાતે પોષ વદ એકમને ગુરૂવારના રોજ ગુરુ મહારાજની ૮૦મી પુણયતિથીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવાર થીજ ગુરુ મહારાજની પાઠપૂજા શરૂ કરી દેવાઈ હતી જેમાં ગુરુમહારાજનો અભિષેક પૂજા,ષોડશોપચાર પૂજા, પુષ્પાંજલિ,મહા આરતી બાદ ગુરુ મહારાજની પ્રતિમાને સુગંધિત દ્રવ્યો તેમજ પુષ્પોથી શણગાર કરાયા હતા. ત્યાર બાદ મંદિર પરિસરમાં શ્રીહિંગળાજ માતા તેમજ મોતીરામ ગુરુ મહારાજ સન્મુખ યજ્ઞવેદીમાં હોમાત્મક દત્ત યાગ કરવામાં આવ્યો હતો જેમાં યજમાન તરીકે મહેશભાઈ ઠાકર (શામળીયા) પરિવારે દત્ત યાગના યજમાન તરીકે લાભ લીધો હતો આ યજ્ઞના આચાર્ય તરીકે દીક્ષિતભાઇ દવે તેમજ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દત્તયાગના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું ગુરૂ મહારાજની પુણ્ય તિથિ નિમિત્તે ગુરુ મહારાજ ના ભકતોએ દર્શંકરી ધન્યતાની અનુભૂતિ કરી હતી યજ્ઞ બાદ વાલકેશ્વર મંડળના પિયુષભાઈ ત્રિવેદીના ભજન તેમજ સંતવાણી કાર્યક્રમો રખાયા હતા જેમાં ગુરૂ ભક્તો મન મૂકીને ગુરુ ભજનના રંગમાં રંગાયા હતા સિધ્ધપુર આજુબાજુના સંતો-મહંતોએ પણ હાજર રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અહી આવેલ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here